-15 ડિગ્રી તાપમાનમાં રકુલ પ્રીતને થયુ ન્હાવાનું મન, બિકિની પહેરી બર્ફીલા પાણીમાં લગાવી ડૂબકી, સૌથી હોટ ફિગર છે આનું, જુઓ તો જરાક
સાઉથથી લઈને બોલિવૂડ સુધી ફિલ્મોમાં પોતાના અભિનય અને સુંદરતાથી લોકોને પ્રભાવિત કરનાર અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે, તેને એડવેન્ચર પસંદ છે અને તે તેના ચાહકો ઘણુ સારી રીતે જાણે પણ છે. તાજેતરમાં જ અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો, જેને જોઈને તેના ચાહકો પણ મૂંઝાઈ ગયા. તમને જાણીને હેરાની થશે કે રકુલ પ્રીતે માઈનસ 15 ડિગ્રી તાપમાનમાં બરફના ઠંડા પાણીના પૂલમાં ડૂબકી લગાવી હતી.
View this post on Instagram
ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી ક્લિપમાં જોઈ શકાય છે કે રકુલે બ્લુ એન્ડ વ્હાઈટ બિકી પહેરી છે, ઠંડી હોવા છતાં રકુલ બહાદુરીથી થીજી ગયેલા પૂલમાં ઉતરી અને ડૂબકી લગાવી. પૂલમાંથી બહાર નીકળ્યા બાદ તે ધ્રૂજતી જોવા મળે છે. રકુલ પ્રીત સિંહે હંમેશા તેના ઈન્ટરવ્યુમાં રજાઓ, સ્વિમિંગ અને રોમાંચ માટેનો પોતાનો જુસ્સો વ્યક્ત કર્યો છે. આર્મી ફેમિલી બેકગ્રાઉન્ડ હોવાને કારણે તેની ફિટનેસ સિવાય અભિનેત્રીને એડવેન્ચર પસંદ છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે રકુલ એક ટેનિસ પ્રીમિયર લીગ ટીમની માલિક પણ છે, તે પોતે ગોલ્ફર રહી છે અને નેશનલ લેવલ પર મેચ પણ રમી ચુકી છે. રકુલે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેનો વિડિયો શેર કર્યો છે, જેમાં તે -15 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં તેની હોટ બિકીમાં પૂલની અંદર જતી જોવા મળે છે. રકુલે તેની પોસ્ટને કેપ્શન આપ્યું હતું કે, ‘ક્રાયો ઇન -15 એનીવન ?’
View this post on Instagram
ક્લિપમાં ભારે હિમવર્ષા દરમિયાન અભિનેત્રીને પર્વતીય વિસ્તારમાં પ્રવાસીઓ સાથે ગાઈડને સાંભળતા જોઈ શકાય છે. પછી તે લાકડાના ઓરડામાંથી બહાર આવે છે, અને બર્ફીલા પાણીમાં ઉતરે છે. પ્રથમ સ્ટીમ બાથ લીધા પછી, રકુલે તરત જ સ્વિમિંગ પૂલની અંદર ડૂબકી લગાવી, જેના પર બરફની જાડી ચાદર જામી ગઈ હતી. પાણીમાંથી ધ્રૂજતા બહાર આવ્યા પછી, તેણીએ કેમેરા તરફ જોયું અને પછી રૂમમાં ગઇ.
View this post on Instagram
આ વીડિયો જોઈને ચાહકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક તેના વખાણ કરી રહ્યા છે તો કેટલાક તેની મજાક ઉડાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘હવે આ ગ્લેશિયર પીગળી જશે’. બીજાએ લખ્યું, ‘આ પાણી ગરમ થઈ જશે.’ બીજાએ લખ્યું ‘ઈતની ઠંડ કૈસે બર્દશ્ત કર લી યાર.’ ઉલ્લેખનીય છે કે, ક્રાયોથેરાપીમાં વ્યક્તિને ખૂબ જ ઓછા તાપમાનમાં રાખવામાં આવે છે,
View this post on Instagram
તેને આઈસ પેક થેરાપી અથવા ક્રાયો સર્જરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ થેરાપી દ્વારા શરીરના જ્ઞાનતંતુઓમાં દુખાવો અને ખેંચાણની સારવાર કરવામાં આવે છે. હોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓ યુવાન રહેવા અને ત્વચાને નિખાર રાખવા માટે ક્રાયોથેરાપીનો ઉપયોગ કરે છે.
View this post on Instagram