સાત જન્મો માટે એકબીજાના થયા રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની, લગ્ન બાદ મીડિયા સામે આવી ક્લિક કરાવી તસવીરો
બોલિવૂડ સ્ટાર્સ રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે, બંનેએ 21 ફેબ્રુઆરીના રોજ ગોવામાં ખૂબ જ ધૂમધામથી લગ્ન કર્યા અને તે પછીથી તેમના લગ્નના ફોટોઝ પણ સામે આવ્યા. રકુલ અને જેકીએ લગ્ન બાદ સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી, જે સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ ગઇ.
તસવીરો સાથે કેપ્શનમાં’મારા અત્યારે અને હવે કાયમ માટે.’ આ સાથે લગ્નની તારીખ, હાર્ટ ઈમોજી પણ અને હેશટેગમાં #abdonobhagna-ni લખવામા આવ્યુ હતુ. જણાવી દઇએ કે, રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ વહેલી સવારે શીખ ધર્મની આનંદ કારજ વિધિથી લગ્ન કર્યા અને આ પછી સિંધી રિવાજ મુજબ લગ્ન કર્યા.
થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આખરે રકુલ અને જેકીએ પોતાના સંબંધોને લગ્નનું નામ આપ્યુ. રકુલ અને જેકી લગ્નના થોડા કલાકો બાદ પેપપાજી પેપરાજી સમક્ષ આવ્યા હતા અને ઘણી બધી તસવીરો ક્લિક કરાવી હતી. આ દરમિયાનનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં પેપરાજી રકુલને મેમ કહીને બોલાવી રહ્યા છે, પણ આ દરમિયાન જેકી પેપરાજીને કહે છે કે આજે તમે તેને મેમ નહિ કહો હે ના, આ પછી પેપરાજી રકુલને ભાભીજી ભાભાજી કહીને બોલાવે છે અને રકુલ શરમાઇ જાય છે.જણાવી દઈએ કે રકુલ પ્રીત અને જેકી ભગનાનીના લગ્ન આઈટીસી ગ્રાન્ડ સાઉથ ગોવામાં થયા હતા. બંનેએ તેમના ખાસ દિવસ માટે ગુલાબી રંગના આઉટફિટ પસંદ કર્યા હતા.
ફ્લોરલ એમ્બ્રોઇડરીવાળા લહેંગા અને ગુલાબી ચુડામાં રકુલ ખૂબ જ સુંદર લાગી રહી હતી. જેકીએ પણ રકુલ સાથે ટ્વિનિંગ કર્યુ હતુ. આ કપલનો આઉટફિટ ડિઝાઇનર તરુણ તહિલિયાનીએ ડિઝાઇન કર્યો હતો. રકુલે લગ્નમાં પેસ્ટલ લહેંગો પહેર્યો હતો. તરુણે સોશિયલ મીડિયા પર રકુલ અને જેકીના આઉટફિટ વિશે માહિતી પણ આપી હતી.
તરુણે રકુલના લહેંગા વિશે જણાવ્યુ કે તેને હાથથી બનાવવામાં આવ્યો અને ત્રણ આયામી ફૂલોથી સજાવવામાં આવ્યો હતો. તેમાં હાથીદાંત અને લાલ રંગોના મોતીની કારીગરી કરવામાં આવી હતી, જે મોર્ડન એલૂરને દર્શાવે છે. ત્યાં દુલ્હે રાજાની વાત કરીએ તો, જેકી ભગનાનીએ જે શેરવાની પહેરી હતી તે ચિકનકારી હતી.
View this post on Instagram
ડિઝાઇનરે આને લઇને જાણકારી આપતા કહ્યુ કે- ટ્રાન્સેંડૈંટલ ટીટી ગ્રુમ લુક વિરાસત અને ક્રાફ્ટમેનશિપને બતાવે છે. શેરવાનીમાં કાશ્મીરની ખૂબસુરતી, કલ્ચર અને ક્રિએટીવિટી બતાવે છે. કાશ્મીરના ફેમસ ચિનાર પત્તાની ટેપેસ્ટ્રીને પણ બતાવે છે. અંતે ડિઝાઇનરે જણાવ્યુ કે- જેકીના લગ્નના અટાયરમાં એક સેંટ્રેલ થીમ બનાવવામાં આવી હતી.
View this post on Instagram