રાખી સાવંતને નવી ચમચમાતી BMW કાર મળી ગિફ્ટમાં, થોડા સમય પહેલા જ કારના શોરૂમથી મન મારી આવવું પડ્યુ હતુ પરત

બિગ બોસ 15માં જોવા મળેલી રાખી સાવંત લાઈમલાઈટમાં રહેવાનું સારી રીતે જાણે છે. તાજેતરમાં, તેને એક નવી BMW કાર ગિફ્ટમાં મળી છે, જેના માટે ડ્રામા ક્વીનની ખુશીનો કોઈ પાર જ નથી રહ્યો. તેણે એક વીડિયો શેર કરીને ફેન્સને નવી કારની ઝલક પણ બતાવી છે. રાખી સાવંત દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર વિડિયો શેર કરતા રાખી સાવંતે લખ્યું કે, મારી નવી કાર, મને ભેટમાં મળી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રાખીને ભેટમાં આપેલી BMW ખૂબ જ શાનદાર છે. તે રેડ કલર લુકમાં છે. રાખીએ આ કારની ખુશી કેક કાપીને સેલિબ્રેટ કરી હતી.

આ સિદ્ધિ બદલ ચાહકો ડ્રામા ક્વીનને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે. વીડિયોમાં રાખી સાવંત તેની નવી BMW X1 કારની ઝલક બતાવી રહી છે. તે એકદમ ખુશ દેખાઈ રહી છે. કેટલાક અન્ય લોકો છે જેમની સાથે તે કેક કાપીને ઉજવણી કરી રહી છે. રાખીએ જણાવ્યું કે તેને આ કાર ભેટમાં મળી છે. વીડિયો પોસ્ટ કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, ‘મારા ‘પ્રેમ’એ મને મારી નવી કાર ગિફ્ટ કરી છે. આ ગિફ્ટ તેને Shelly અને રાજ તરફથી મળી છે તેવું તેણે કેપ્શનમાં જણાવ્યુ છે.. ફેન્સ કોમેન્ટ સેક્શનમાં પણ પૂછી રહ્યા છે કે તેમને આ કાર કોણે આપી છે.

કોમેન્ટ સેક્શનમાં રાખી સાવંતના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ચાહકો તેને નવી કાર માટે અભિનંદન અને શુભેચ્છા પાઠવી રહ્યા છે. થોડા સમય પહેલા રાખી સાવંત મર્સિડીઝના શો રૂમમાં જોવા મળી હતી, જ્યાં તે કાર જોવા પહોંચી હતી. શો રૂમમાં રાખી સાથે તેનો પૂર્વ પતિ રિતેશ પણ હાજર હતો. રાખીએ ઈશારામાં કહ્યું હતું કે તેને વેલેન્ટાઈન ડે પર ખૂબ જ મોંઘી ગિફ્ટ મળવાની છે. જો કે, એવું કંઈ થયું ન હતું. જણાવી દઈએ કે હાલમાં જ રાખી સાવંત પતિ રિતેશથી અલગ થઈ ગઈ છે, જેની જાહેરાત તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

થોડા દિવસો પહેલા રાખી સાવંતે એક ઈન્ટરવ્યુ દરમિયાન રિતેશથી અલગ થવાનું કારણ જણાવ્યું હતું.રાખીએ ઈ-ટાઇમ્સ સાથેના ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું- ‘હું નહીં, પણ રીતેશે મારી સાથેના સંબંધોનો અંત લાવી દીધો છે. તે સવારે ઉઠ્યો અને તેની બેગ પેક કરવાનું શરૂ કર્યું અને કહ્યું કે તે મારી સાથે રહી શકતો નથી, કારણ કે તેને તેની પૂર્વ પત્ની સ્નિગ્ધા પ્રિયા સાથે કેટલીક કાનૂની સમસ્યાઓ છે.

Shah Jina