ભારતના ખુબ જ પ્રખ્યાત કોમેડી અને જેના અઢળક ચાહકો છે એવા રાજુ શ્રીવાસ્તવનું આજે નિધન થયું છે. આજે એટલે કે 21 સપ્ટેમ્બરે તેમણે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. તે લાંબા સમયથી હોસ્પિટલમાં દાખલ હતા અને ચાહકો સતત ઈચ્છતા હતા કે તે સ્વસ્થ થઈને ઘરે પરત ફરે, પરંતુ ઈશ્વરને કંઈક બીજું જ સ્વીકાર્ય હતું. હસતા ચહેરાએ આજે આ દુનિયાને અલવિદા કહીને વિદાય લીધી.
ગજોધર ભૈયાને તેમના સ્વરૂપમાં કોઈ કેવી રીતે ભૂલી શકે. તે નાના પડદા પરના શરૂઆતના હાસ્ય કલાકારોમાંના એક છે જેમણે ખ્યાતિ મેળવી અને ચાહકોના દિલો પર રાજ કર્યું. ટીવી અને ફિલ્મો સિવાય ધીમે-ધીમે તેમણે સોશિયલ મીડિયા પર પણ એન્ટ્રી લીધી અને ઈન્સ્ટાગ્રામ દ્વારા તેમના ફેન્સ સાથે જોડાવા લાગ્યા. છેલ્લા દિવસોમાં તેમનો પરિવાર અને ટીમ સોશિયલ મીડિયા સંભાળી રહી હતી. તેના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી છેલ્લી પોસ્ટ 25 ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી. આ પોસ્ટમાં તેમના પરિવાર વતી એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું.
જણાવવામાં આવ્યું હતું કે રાજુ શ્રીવાસ્તવની હાલત સ્થિર છે અને તેઓ ધીરે ધીરે સ્વસ્થ થઈ રહ્યા છે. આ પછી તેમના સ્વાસ્થ્યને લઈને આ પેજ પરથી કોઈ અપડેટ આવી નહોતી. રાજુના વીડિયોની વાત કરીએ તો 9 ઓગસ્ટના રોજ એક વીડિયો આવ્યો હતો જેમાં રાજુ અલગ રીતે કોરોનાની કોલર ટ્યુન સંભળાવતો જોવા મળ્યો હતો. તેના આ વીડિયો પર પણ લોકો તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા હતા કે તે સ્વસ્થ થઈને જલ્દી ઘરે પરત ફરે. આજે તેમના નિધનના સમાચારથી તેમના કરોડો ચાહકોને ઘેરો આઘાત લાગ્યો છે.
View this post on Instagram
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે વીડિયોમાં કોરોનાની કોલરટ્યૂનમાં અમિતાભ બચ્ચનની જગ્યાએ પીઢ અભિનેતા શશિ કપૂર અને વિનોદ ખન્નાની નકલ કરી હતી. આ વીડિયોમાં તેણે ખૂબ જ શાનદાર અભિનય કર્યો હતો. આ વીડિયોને હજારો લોકોએ લાઈક કર્યો. તમને જણાવી દઈએ કે 10 ઓગસ્ટના રોજ વર્કઆઉટ દરમિયાન રાજુ શ્રીવાસ્તવ બેભાન થઈ ગયા હતા, ત્યારબાદ તેમને દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા. AIIMSમાં દાખલ થયા બાદ રાજુ શ્રીવાસ્તવની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, પરંતુ તે પછી પણ તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો.