બોલીવુડના ખ્યાતનામ અભિનેતા રાજકુમાર રાવ લગ્નના બંધનમાં બંધાવવા માટે જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્નની તૈયારીઓ પણ જોર શોરથી ચાલી રહી છે. રાજકુમાર અને પત્રલેખા તેમના લગ્નની એક એક પળને યાદગાર બનાવવામાં કોઈ કસર નથી છોડી રહ્યા. બંને પોતાના લગ્નને આલીશાન રીતે કરી રહ્યા છે. આ કપલે પોતાના વેડિંગ આઉટફિટ અને લગ્ન સ્થાનને પણ ખાસ રાખ્યું છે.
રાજુકુમાર અને પત્રલેખાએ પોતાની પ્રેમ કહાનીને એક નવો મુકામ આપવા માટે એક રોયલ જગ્યાની પસંદગી કરી છે. જે પોતાનામાં કોઈ સપના જેવી લાગી રહી છે. તેમને પોતાના લગ્ન માટે ચંદીગઢ પસંદ કર્યું છે.
આ કપલના લગ્ન ચંદીગઢના સૌથી આલીશાન લગ્ઝરી રિસોર્ટ ધ ઓબેરોય સુખવિલાસ સ્પા રિસોર્ટમાં થઇ રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે આ રિસોર્ટમાં પર્સનલ સ્વિમિંગ પુલ, ડાઇનિંગ એરિયાથી લઈને સ્પા પણ છે. અહીંયા આવતા મહેમાનોની રોયલ અંદાજમાં મહેમાન નવાજી કરવામાં આવે છે.
હવે આ હોટલ જેટલી સુંદર છે તો તેની કિંમત પણ તેટલી જ વધારે હશે. રિપોર્ટ પ્રમાણે રાજકુમાર અને પત્રલેખાએ પોતાના લગ્ન માટે ઓબેરોય સુખવિલાસ સ્પા રિસોર્ટના કોહિનૂર પેલેસને પસંદ કર્યો છે. જેની એક રાતની કિંમત 6 લાખ રૂપિયા છે.
આ રિસોર્ટનો સૌથી સસ્તો સ્ટે પણ ખુબ જ મોંઘો છે. અહીંયા સૌથી સસ્તો રૂમ પણ 41 હજાર રૂપિયામાં મળે છે. રૂમની સાથે તમને બ્રેકફાસ્ટ અને ડિનરની સુવિધા પણ આપવામાં આવે છે. રાજકુમાર અને પત્રલેખાને જે જગ્યાએ લગ્ન થવાના છે તે જગ્યા 800 એકરમાં ફેલાયેલી છે.