રાજકોટમાં સરકારી બોલેરોમાં રંગરેલીયા મનાવતા પકડાયેલા જમાદાર પર લેવાયું મોટું એક્શન- જાણો

થોડા દિવસ પહેલા રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં એક પોલીસકર્મી પોલીસની બોલેરો ગાડીની અંદર એક યુવતી સાથે સંબંધો બાંધી રહ્યો હતો, જેનો વીડિયો પણ સ્થાનિક લોકોએ ઉતાર્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, આ ઘટના બાદ સામે આવ્યું હતું કે ગાડીમાં તેની સાથે રહેલી યુવતી તેની કૌટુંબિક સાળી હતી જેની સાથે છેલ્લા પાંચ વર્ષથી તે રિલેશનમાં હતો. એ સમયે આ પોલીસકર્મીઅશ્વિન મકવાણાને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો.

આ ઘટનાની વિગતો તપાસીએ તો શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો અશ્વિન મકવાણા નશાની હાલતમાં જ પોલીસવાનની અંદર યુવતી સાથે અડધા કપડાં કાઢીને રંગરેલીઓ મનાવતા ઝડપાયો હતો. જેને સ્થાનિક લોકોએ જોયો અને પછી તેના કપડાં કાઢી અને ફુલેકુ પણ ફેરવ્યું હતું.

હવે આ ઘટનામાં જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ તાત્કાલિક અસરથી પોલીસકર્મી અશ્વિન મકવાણા વિરૂધ્ધ બે અલગ-અલગ ગુના નોંધી ધરપકડ કરી તેને સસ્પેન્ડ પણ કરી દેવા હુકમ કર્યો છે. અશ્વિનની હરકતોની જાણ થતા તેની પત્ની અને પરિવારજનો પોલીસ મથકે દોડી ગયા હતા પરિવારે અશ્વિનની સાથે સંબંધ તોડી નાખ્યો હતો.

અશ્વિન મકવાણા સામે સરકારી ગાડીનો દુરઉપયોગ કરવાની અને જાહેરમાં બિભત્સ ચેનચાળા કરવા ઉપરાંત પ્રોહિબિશનની કલમો હેઠળ બે અલગ-અલગ ગુન્હા નોંધી તેની ધરપકડ કરી હતી. જિલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા તાત્કાલિક અસરથી અશ્વિન મકવાણાને સસ્પેન્ડ પણ કરી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અશ્વિન મકવાણા નામનો પોલીસકર્મી સરકારી વાહન લઇને તપાસના નામે નીકળી ગયો હતો એ દરમિયાન ઢોલરા રોડ ઉપર પોલીસવાનમાં કંઇક અજુગતુ થતુ હોવાનું જોવા મળતા ત્યાથી નીકળતા રાહદારીઓનું ધ્યાન તેના ઉપર આવ્યું હતું. જેના બાદ લોકો પોલીસની ગાડી પાસે દોડી ગયા હતા. ગાડીની અંદર નજર કરતા અંદર અશ્વિન મકવાણા નામનો પોલીસકર્મી અડધા કપડાં કાઢેલી હાલતમાં હતો અને તેની સાથે એક યુવતી પણ હતી

Niraj Patel