ઓનલાઇન ગેમ રમતા સાવધાન થઇ જજો ! રાજકોટના યુવાને તીનપત્તીમાં 1 લાખથી વધુ ગુમાવ્યા તો આજી ડેમમાં કૂદી આપઘાત કરી લીધો…

ગુજરાતમાંથી ઘણીવાર આત્મહત્યાના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં જ રાજકોટમાંથી એક આપઘાતનો મામલો સામે આવ્યો, જેમાં આજીડેમમાં ઝંપલાવી એક યુવકે આપઘાત કરી લીધો. આ યુવક CAનો અભ્યાસ કરી રહ્યો હતો અને તે 21 વર્ષનો જ હતો. જો કે, તેના આ પગલા બાદ પરિવારમાં શોક વ્યાપી ગયો છે.  રાજકોટના આજીડેમમાં શુભમ બગથરિયાએ ઝંપલાવી આપઘાત કરી લીધો. જો કે, આ પહેલા તેણે એક વીડિયો બનાવ્યો હતો.

આ વીડિયોમાં તેણે આપઘાતનું કારણ પણ જણાવ્યુ હતુ.વીડિયોમાં મૃતક કહી રહ્યો છે કે, ‘તીનપત્તી માસ્ટરમાં તે રૂપિયા હારી ગયો છે અને એટલા પાપ છે કે શબ્દોમાં બયાં નથી કરી શકતો’.તે વીડિયોમાં એમ પણ કહી રહ્યો છે કે બહુ મહેનત કરી મેં આ સ્ટેપ ઉઠાવવા માટે, હું મજબૂર છું કારણ કે, મારી પાસે એટલા પાપ થઈ ગયા છે કે શબ્દોમાં નથી બયાં કરી શકતો. આજી નદી છે…હું કૂદુ છું, મારી જાન દઉં છું, કોઈનો વાંક નથી, મારા શેઠ બધા સારા હતા.

તેના 65 હજાર રૂપિયા, હર્ષના 30 હજાર, અશ્વિનભાઈના 20 હજાર અને 15 હજાર તેના શેરના, ઓનલાઈન તીનપત્તી માસ્ટરમાં હું હારી ગયો એટલે જાન નથી દેતો, બીજા પણ કારણ છે.આ ઉપરાંત શુભમ કહે છે કે જિંદગીથી થાકી ગયો છું હું, હવે હું સુસાઈડ કરવા માગું છું. બહુ થઈ ગયું. તે વીડિયોમાં તેના માતા-પિતાને ઉલ્લેખી કહે છે કે પપ્પા-મમ્મી આઈ લવ યુ…હસતા રહેજો અને બની શકે તો મને માફ કરી દેજો. મારા વગર જિંદગી જીવવાની ટ્રાય કરજો. પ્લીઝ…જિંદગી જીવજો.

પપ્પા મારી ગાડી આજીડેમ પાસે નદી છે ત્યાં ભરવાડ પાસે પડી છે, વેચીને જેટલા પૈસા આવે તે ચૂકવાય એને ચૂકવી દેજો. બસ આટલું કહ્યુ બાદ તેણે કહ્યુ, જાઉં છું હવે, જે બાદ તે હાથથી બાય બાય પણ કરે છે. આ વીડિયો તેણે રેકોર્ડ કરી તેના પિતાને મોકલ્યો હતો પણ તેમનું નેટ બંધ હોવાને કારણે સાંજે 7 વાગ્યે નેટ ચાલુ કરતા તેમને આ વીડિયો મળ્યો અને આ વીડિયો જોઇ તો તેમના પગ નીચેથી જમીન જ સરકી ગઇ.વીડિયો બનાવ્યા બાદ શુભમ આજીડેમમાં કૂદી ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina