જામનગરથી 3500 કિમિ દૂર ત્રિપુરાનું અંતર કાપીને કરાવી બીમાર હાથીની સારવાર, અનંત અંબાણીની વનતારા ટીમની થઇ રહી છે વાહ વાહ.. જુઓ વીડિયો
Anant Ambani treated a sick elephant : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપો નથી. તે પ્રાણીઓની સંભાળ માટે પોતાનો એક ડ્રીમ પ્રોજેક્ટ પણ ચલાવી રહ્યો છે. તેનું નામ વનતારા છે, જેના દ્વારા તેઓ પ્રાણીઓને મદદ કરે છે. ત્યારે આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી. જ્યારે અનંત અંબાણીની ડોકટરોની ટીમ 3500 કિમી દૂર જામનગર પહોંચી હતી અને બીમાર હાથીઓને મદદ કરી હતી.
હાથીઓની મદદ સાથે જોડાયેલો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ડોક્ટરોની ટીમ એક બીમાર હાથી અને તેના બાળકની સારવાર કરતી જોવા મળે છે. આ વીડિયોને મોટિવેશનલ ક્વોટ્સ નામના એક્સ એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો #AnantBhai ના હેશટેગ સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, એક હાથી બીમાર હતો, જેના માટે અનંત અંબાણીની મદદ લેવામાં આવી હતી. એક જ દિવસમાં, અનંત અંબાણીએ બીમાર હાથીની સારવાર માટે પહેલ કરી અને જામનગરથી લગભગ 3500 કિલોમીટર દૂર ત્રિપુરાના કૈલાશહર ખાતે ડૉક્ટરોની એક ટીમ મોકલવામાં આવી. અહીં ડોક્ટરોએ બીમાર હાથી અને તેના બાળકની તપાસ કરી. બીમાર હાથીની સારવાર પણ શરૂ કરી. વીડિયો શેર કરીને યુઝરે જણાવ્યું કે અનંત અંબાણીની ડોક્ટરોની ટીમ 24 કલાકમાં ગજરાજની સેવા કરવા માટે જામનગરથી 3500 કિલોમીટર દૂર ત્રિપુરા પહોંચી ગઈ હતી. આને કહેવાય સેવાની સાચી ભાવના.
તમને જણાવી દઈએ કે અનંત અંબાણી હાથીઓના સંરક્ષણ માટે વંતરા નામનો પ્રોજેક્ટ ચલાવે છે. વંતરા પ્રોજેક્ટ રિલાયન્સ કોમ્પ્લેક્સની નજીક આશરે 600 એકરમાં ફેલાયેલો છે, જે ગુજરાતના જામનગરમાં આવેલું છે. અહીં બીમાર હાથીઓની સંભાળ લેવામાં આવે છે. આ માટે અહીં વિશ્વ કક્ષાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તાજેતરમાં, આ પ્રોજેક્ટની કેટલીક તસવીરો પણ સામે આવી હતી, જેના વિશે માહિતી આપવામાં આવી હતી.
View this post on Instagram