મનોરંજન

રાજીવ કપૂરે મોત પહેલા કોને કર્યો હતો ફોન? કહી હતી આ ખાસ વાત

રણધીર કપૂર અને ઋષિ કપૂરના નાના ભાઇ રાજીવ કપૂરનું ગઇકાલે એટલે કે મંગળવારે હાર્ટ અટેકથી નિધન થયું હતું. તેઓ 58 વર્ષના હતા. તેમના નિધનથી કપૂર પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. તેમના મોટા ભાઇ રણધીર કપૂર તેમના નિધનથી ખૂબ જ તૂટી ગયા છે.

Image source

રીપોર્ટ અનુસાર, રાજીવ કપૂરે તેમના નિધનના એક દિવસ પહેલા એટલે કે સોમવારે રાત્રે તેમના સ્કૂલના મિત્ર રાજીવ ખન્ના સાથે વાત કરી હતી. રાજીવને તેમના મિત્રની દીકરી સાથે જોડાયેલા એક સારા સમાચાર મળ્યા હતા.આ  ખુશખબરી મળ્યા બાદ રાજીવ કપૂરે તેમને ફોન કર્યો હતો.

Image source

ઇ-ટાઇમ્સને સૂત્રો એ જણાવ્યું હતું કે આ લોકોનું એક વ્હોટ્સએપ ગ્રુપ હતું અને આ ગ્રુપ ખૂબ સક્રિય હતું જેના દ્વારા એકબીજા સાથે ટચમાં રહેતા હતા. સોમવારે જ રાજીવ ખન્નાએ તેમની દીકરીની ખુશખબરી બધા સાથે શેર કરી હતી. તેમના નવા કામ વિશે પણ જણાવ્યુ હતું. રાજીવ કપૂર ખૂબ જ ખુશ હતા અને તેમણે રાજીવ ખન્નાને ફોન કરીને શુભકામના પાઠવી હતી.

રાજીવ કપૂરના નિધનના સમાચાર મળતા જ રાજીવ ખન્નાએ વ્હોટ્સએપ ગ્રુપમાં કહ્યુ હતું કે, કાલે જ રાજીવ કપૂર સાથે વાત થઇ હતી. રાજીવ કપૂરના અંતિમ સંસ્કાર મંગળવારે સાંજે કરવામાં આવ્યા હતા.

Image source

રાજીવ કપૂરે ભલે ફિલ્મોમાં તેમની ઓળખ ન બનાવી હોય પરંતુ તે કપૂર પરિવારનો અટૂટ હિસ્સો હતા. કપૂર પરિવાર સાથે તેમની ખાસ બોન્ડિંગ હતી.રાજીવ કપૂર ઋષિ કપૂર અને રણધીર કપૂર સાથે ઘણી સારી બોન્ડિંગ ધરાવતા હતા.

Image source

ગયા વર્ષે જ કપૂર પરિવારે ઋષિ કપૂરને ગુમાવ્યા છે અને હવે તેમને ફરી એક વડીલને ગુમાવ્યા છે.રાજીવ કપૂરે ‘આસમાન’, ‘મેરા સાથી’, ‘લાવા’, ‘અંગારે’, ‘જલજલા’, ‘હમ તો ચાલે પરદેશ’, ‘શુક્રિયા’, ‘નાગ નાગિન’, ‘જિમ્મેદાર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.