સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ “જેલર”ને લઈને આવી દર્શકોની કંઈક આવી પ્રતિક્રિયા, ફીલ જોતા પહેલા આ રીવ્યુ જરૂર વાંચજો, નહિ તો પછતાશો

શું સાઉથના ભગવાન ગણાતા રજનીકાંતની ફિલ્મ “જેલર” બનશે બ્લોકબસ્ટર ? ફિલ્મ જોતા પહેલા જુઓ ફિલ્મની વાર્તા અને સચોટ રીવ્યુ

Rajinikanth movie Jailer review : આજે એટલે કે 11 ઓગસ્ટના રોજ સિનેમા ઘરોમાં 3 મોટા કલાકારોની 3 અલગ અલગ ફિલ્મો રિલીઝ થઇ છે. એક જ દિવસમાં 3 ફિલ્મો રિલીઝ થવાના કારણે દર્શકો પણ કઈ ફિલ્મ જોવી એ અસમંજસમાં છે. કારણે આ ત્રણેય ફિલ્મોની દર્શકો આતુરતાથી રાહ જોઈને બેઠા હતા. જેમાં અક્ષય કુમારની “OMG 2” છે તો સની દેઓલની “ગદર 2” છે, આ  ઉપરાંત સાઉથના મેગાસ્ટાર રજનીકાંતની ફિલ્મ “જેલર” પણ સામેલ છે. ત્યારે રજનીકાંતની ફિલ્મને લઈને પણ દર્શકોમાં ખુબ જ ઉત્સાહિત હતા, ત્યારે હવે ફિલ્મ રિલીઝ થયા બાદ દર્શકોની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે.

શું છે ફિલ્મની વાર્તા :

ફિલ્મની વાર્તામાં મુથુવેલ પાંડિયન ઉર્ફે મુથુ એક નિવૃત્ત જેલર છે. જે પોતાના પરિવાર સાથે સાદું જીવન જીવે છે. આ ફિલ્મમાં રજનીકાંતે મુથુવેલ પાંડિયનની ભૂમિકા ભજવી હતી. તેનો પુત્ર અર્જુન (વસંત રવિ) એક પ્રમાણિક પોલીસ અધિકારી છે. અર્જુન વર્મા (વિંકયન) સાથે લડાઈમાં ઉતરે છે, જે પ્રાચીન વસ્તુઓ અને ભગવાનની મૂર્તિઓની દાણચોરી કરે છે. અચાનક એક દિવસ અર્જુન ગુમ થઈ જાય છે. મુથુને ખબર પડે છે કે તેના પુત્રની હત્યા કરવામાં આવી છે. મુથુ યોજનાબદ્ધ રીતે તેના પુત્રના હત્યારાઓની હત્યા કરે છે. ત્યારે જ ખબર પડે છે કે તેના પુત્રની હત્યા નથી થઈ, પરંતુ કોઈએ તેનું અપહરણ કર્યું છે. અહીંથી વાર્તામાં નવો વળાંક આવે છે.

રજનીકાંતનો દમદાર અભિનય :

આ ફિલ્મમાં રજનીકાંત લાંબા સમય બાદ મજબૂત પાત્રમાં જોવા મળ્યો છે. ફિલ્મના નિર્દેશક નેલ્સને ફિલ્મમાં રજનીકાંતના પાત્રને ખૂબ જ સારી રીતે રજૂ કર્યું છે. ઈન્ટરવલ પહેલાના ભાગમાં, રજનીકાંત એક સારા પિતાના પાત્રમાં જોવા મળે છે, પરંતુ જેમ જેમ વાર્તા આગળ વધે છે તેમ તેમ તેની જોખમી બાજુ પ્રેક્ષકો સમક્ષ પ્રગટ થાય છે. વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે તે તેની પત્નીને કહે છે કે ડોક્ટરની સામે દર્દી, તારી સામે શરીફ, દુનિયા સામે ગુંડા મવાલી, હવે એવું નહીં થાય, હવે એક જ ચહેરો હશે.

ફિલ્મ વચ્ચે લથડતી જોવા મળી :

ફિલ્મમાં રજનીકાંતના કોમેડિક ટાઈમિંગનો સારો ઉપયોગ કરવામાં આવ્યો છે અને યોગી બાબુ સાથેના તેમના દ્રશ્યોએ ખૂબ હસાવ્યું હતું. ડાર્ક કોમેડીએ પહેલા કલાકમાં જ સારું કામ કર્યું હતું. આખી ફિલ્મ જોયા પછી તેને ‘મધર ઈન્ડિયા’નું આધુનિક સંસ્કરણ કહી શકાય. વાર્તાની વન લાઈન એ જ છે, જેને નવા વાતાવરણમાં ઘડવામાં આવી છે. પરંતુ ફિલ્મની વાર્તા તેની અસર વચ્ચે છોડી દે છે. ફિલ્મની પટકથા પણ થોડી નબળી છે. દિગ્દર્શક રજનીકાંતને શાનદાર રીતે બતાવે છે, પરંતુ તેની સ્ક્રિપ્ટમાં સાર્થકતા નથી.

ચાહકોએ કહ્યું બ્લોકબસ્ટર બનશે :

સ્ક્રિપ્ટ પર થોડું ધ્યાન આપવામાં આવ્યું હોત તો ફિલ્મ વધુ સારી બની શકી હોત. ફિલ્મનો ફર્સ્ટ હાફ પોતાની જાતને ભાવનાત્મક રીતે પકડી રાખે છે, પરંતુ ફિલ્મ જે ગતિએ આગળ વધે છે, ઈન્ટરવલ પછી ફિલ્મ તેની અસર ગુમાવવા લાગે છે અને દર્શકોને સમજાય છે કે ફિલ્મનો ક્લાઈમેક્સ પણ મધર ઈન્ડિયા છે.  ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોયા બાદ લોકોએ ટ્વિટર પર પોતાનો અભિપ્રાય પોસ્ટ કર્યો અને જણાવ્યું કે ફિલ્મ કેવી છે. ચાહકોના મતે આ ફિલ્મ ખૂબ જ દમદાર છે. તે બ્લોકબસ્ટર સાબિત થશે અને ધમાકેદાર કમાણી કરશે.

યુઝર્સે આપ્યા ફિલ્મ રીવ્યુ :

રજનીકાંત હંમેશની જેમ ચમક્યો. ફિલ્મની વાર્તા પણ ધૂમ મચાવી રહી છે. વિનાયક, રામ્યા, યોગી બધાએ સરસ કામ કર્યું છે. એક યુઝરે ફિલ્મને પાંચમાંથી ત્રણ સ્ટાર આપ્યા છે. એક યુઝરે ફિલ્મને પોઝિટીવ અને નેગેટિવ એમ બે ભાગમાં વહેંચી દીધી અને કહ્યું કે ફિલ્મમાં શું સારું છે અને શું નથી. યુઝરે લખ્યું- 1. સુપરસ્ટાર રજનીકાંત 2. કોમેડી સીન્સ 3. પાસ્ટ સીન્સ અને ફ્લેશબેક 4. સુપરસ્ટાર કેમિયોસ 5. ફિલ્મનું બેકગ્રાઉન્ડ અને મ્યુઝિક 6. ફિલ્મની સ્ક્રીનપ્લે. યુઝરના મતે ફિલ્મનો નેગેટિવ પાર્ટ ફિલ્મનો પહેલો ભાગ જ છે, જે થોડો ધીમો છે.

Niraj Patel