ખબર

ગુજરાતમાં આટલી જગ્યાએ આ તારીખે પડી શકે છે વરસાદ, અરબી સમુદ્રમાં પાંચ દિવસમાં સર્જાશે વાવાઝોડુ હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યમાં ગરમીનો લોકો સામનો કરી રહ્યાં છે. વારંવાર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટી રાજયમાં એપ્રિલ મહિનાના અંતથી જ શરૂ થઈ ગઈ છે. વારંવાર થન્ડરસ્ટોર્મના કારણે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. હજી પણ 13 મેના થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે રાજ્યના વાતાવરણ પલટો આવશે. વાતાવરણમાં પલટા સાથે વાવાઝોડું સક્રિય થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે તા.14 શુક્રવારે સવાર સુધીમાં દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં લો પ્રેસર તા.16 મે રવિવાર સુધીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. જેની અસર લક્ષદ્વિપ, કેરલ, તમિલનાડુ, કર્ણાટક વગેરેને ઉપરાંત દેશના અન્ય ભાગોને પણ થઈ શકે છે. હવામાન વિભાગે તા.13ના અમરેલી, ભાવનગર, કચ્છ, દાહોદ, તાપી વગેરે વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગનું કહેવું છે કે રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી તાપમાન યથાવત રહશે. હાલ તાપમાન 41 ડીગ્રી આસપાસ પહોચ્યું છે. હવામાન વિભાગે તાપી, ડાંગ અને સુરતમાં વાવાઝોડાની તેમજ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં જામનગર, ભાવનગર અને જૂનાગઢમાં વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગ તરફથી અમદાવાદ શહેરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હજી પણ ચાર દિવસ સુધી તાપમાન 41થી 42 ડીગ્રી આસપાસ નોંધાશે.