સામે આવી રહી હતી પુરપાટ ઝડપે ટ્રેન, રેલવે કર્મચારીએ પોતાનો જીવ જોખમમાં મૂકીને બચાવી આ વ્યક્તિની જિંદગી, વીડિયો જોઈને સલામ કરશો, જુઓ

સોશિયલ મીડિયામાં રેલવે સ્ટેશન ઉપર લાગેલા સીસીટીવી કેમેરાના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણા લોકોને મોતના મુખમાંથી પણ રેલવે કર્મચારીઓ બચાવી લાવતા જોવા મળે છે. આ જાંબાજ કર્મચારીઓને જોઈને તેમને સલામ કરવાનું મન થાય, તે પોતાનો જીવ પણ જોખમમાં મૂકીને કોઈનો જીવ બચાવી લેતા હોય છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવી જ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક જાંબાજ કર્મચારી એક વ્યક્તિનો જીવ બચાવતો જોવા મળે છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તે વ્યક્તિને બચાવ્યાની થોડીક સેકન્ડો બાદ એ જ ટ્રેક પરથી તેજ ગતિએ એક ટ્રેન પસાર થઈ હતી. રેલવે મંત્રાલયે આ ચોંકાવનારી ઘટનાનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે, જે હવે વાયરલ થઈ રહ્યો છે.

રેલ્વે સ્ટેશનના 24-સેકન્ડના સીસીટીવી ફૂટેજમાં, રેલ્વે કર્મચારી એચ સતીશ કુમાર આવી રહેલી માલસામાન ટ્રેનને ફ્લેગ ઓફ કરવા માટે પ્લેટફોર્મ તરફ ચાલતા જોઈ શકાય છે. જ્યારે તેણે અચાનક પાછળ જોયું તો તેને ખ્યાલ આવ્યો કે કોઈ ટ્રેક પર પડી ગયું છે. વિલંબ કર્યા વિના તે તરત જ પ્લેટફોર્મ તરફ દોડે છે અને ટ્રેક પર કૂદી પડે છે.

ટ્રેન આવે તે પહેલા સતીષ તેને પાટા પરથી બહાર લઈ ગયો. થોડી જ સેકન્ડોમાં ત્યાંથી ટ્રેન પસાર થઈ ગઈ. જો સતીશે યોગ્ય સમયે બચાવ્યો ન હોત તો તે તેનો જીવ પણ જઈ શકત એમ કહેવું ખોટું નહીં હોય. જો સતીશ કુમાર થોડી સેકન્ડ પણ મોડું કર્યું હોત તો તે અને તેણે જે વ્યક્તિને બચાવી હતી તે ટ્રેનની અડફેટે આવી ગયા હોત. હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ વ્યક્તિ અકસ્માતે પડી ગયો હતો કે જાણી જોઈને રેલવે ટ્રેક પર કૂદી ગયો હતો.

આ વીડિયોને તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરતા મંત્રાલયે લખ્યું, ‘સેવા, સુરક્ષા અને સહકાર. ફરજ પરના સ્ટાફ દ્વારા એક વ્યક્તિને ગંભીર રીતે ઘાયલ થવાથી બચાવવા માટેના સાહસિક કાર્યથી એક અમૂલ્ય જીવ બચી ગયો હતો. ભારતીય રેલ્વેને એચ સતીશ કુમાર જેવા હિંમતવાન અને મહેનતુ કર્મચારીઓ પર ગર્વ છે અને તેમની બહાદુરીની પ્રશંસા કરે છે. આ વીડિયોને મોટી સંખ્યામાં જોવામાં આવ્યો અને સેંકડો લોકોની પ્રતિક્રિયા મળી.

Niraj Patel