સ્ટાઇલિશ છે અંબાણી પરિવારની નાની વહુ રાધિકા, ગ્લેમરસ લુક્સ પર દિલ હારી બેસે છે ફેન્સ

જ્યારથી રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારની વહુ બની છે, ત્યારથી બધાની નજર તેના પર છે. તે તેના ડ્રેસિંગ અને રીતભાતમાં અજોડ છે, અને તેથી જ તેની સ્ટાઇલ દરેક ફંક્શનમાં સ્પોટલાઇટમાં રહે છે. અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ હંમેશા તેના સ્ટાઇલિશ લુક્સ માટે હેડલાઇન્સમાં રહે છે. તેનો ગ્લેમરસ સ્ટાઇલ ચાહકો અને ફેશન ક્રિટીક્સ બંનેનું ધ્યાન આકર્ષિત કરે છે.

2024 માં જો કોઈની ફેશન અને સ્ટાઇલ સૌથી વધુ ચર્ચામાં રહી હોય, તો તે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ હતા. તેમના પ્રી વેડિંગથી લઇને પોસ્ટ વેડિંગ સુધી દરેક ફંક્શન પર વિશ્વભરમાં નજર રાખવામાં આવી હતી. જેમ જેમ વર્ષ પૂરું થયુ તેમ તેમ આ કપલ હેડલાઇન્સમાં રહ્યા. લગ્નમાં નીતા અંબાણીની સાડી, લહેંગા અને અમૂલ્ય ગળાનો હાર બધાનું ધ્યાન ખેંચતો હતો, ત્યારે મુકેશ અંબાણીની નાની પુત્રવધૂ રાધિકાએ પોતાની સુંદરતાથી બધાને મોહિત કર્યા.

અનંત અને રાધિકાને ન્યૂ યોર્ક ટાઇમ્સની 2024 ના સૌથી સ્ટાઇલિશ લોકોની યાદીમાં પણ સામેલ થયા. રાધિકા મર્ચન્ટે ફેશનમાં તેની સાસુને પાછળ છોડી, આ એવોર્ડ જીત્યો. દુનિયા અનંત અને રાધિકાની સ્ટાઇલથી મોહિત થઈ ગઈ. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે અનંત અને રાધિકાના લગ્ન પહેલાના ફોટા શેર કર્યા અને તેમની ફેશનની પ્રશંસા કરી.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શાહી લગ્ન આખા વર્ષ દરમિયાન ચર્ચાનો વિષય રહ્યા હતા. ગુજરાતના જામનગરમાં તેમના લગ્ન પહેલાના કાર્યક્રમ ખૂબ જ ભવ્ય રહ્યો. ત્યારબાદ ઇટાલીમાં ક્રુઝ પાર્ટી અને ત્યારબાદ મુંબઈમાં લગ્ન અને અન્ય કાર્યક્રમો યોજાયા. આ શાહી લગ્નમાં દુનિયાભરના સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. અનંત અને રાધિકાએ અબુ જાની સંદીપ ખોસલાનો પોશાક પહેર્યો હતો.

રાધિકાએ પરંપરાગત ગુજરાતી લાલ અને સફેદ લહેંગા પહેર્યો હતો, જેમાં હીરા, નીલમણિ અને પોલ્કી જ્વેલરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અનંત અંબાણીએ હીરા જડિત હાથી બ્રોચ સાથે નારંગી રંગની શેરવાની પહેરી હતી.લગ્ન બાદ પણ રાધિકા કોઇ પણ ફંક્શન હોય હેડલાઇન્સમાં રહે છે.

Previous Article

રનવે પર ઉતરતા જ આગનો ગોળો બન્યુ પ્લેન, ભયાનક વીડિયો આવ્યા સામે...હિમ્મત હોય તો જ જોજો વીડિયો

Next Article

ઓસ્ટ્રેલિયામાં તેજ રફતાર BMW નો કહેર !! પરિવાર સાથે વોક પર નીકળેલી 8 મહિનાની પ્રેગ્નેટ મહિલાનું મોત, ગર્ભમાં રહેલ બાળકનું પણ મોત

error: Unable To Copy Protected Content!