ઓસ્ટ્રેલિયામાં તેજ રફતાર BMW નો કહેર !! પરિવાર સાથે વોક પર નીકળેલી 8 મહિનાની પ્રેગ્નેટ મહિલાનું મોત, ગર્ભમાં રહેલ બાળકનું પણ મોત

ક્યારેક આપણને લાગે છે કે ઝડપથી વાહન ચલાવવું એ એક રોમાંચ છે, પરંતુ એક નાની ભૂલ કોઈના સપના અને ખુશીઓ છીનવી શકે છે. એક ક્ષણની ઉતાવળ અને બેદરકારી કોઈના આખા વિશ્વને ક્ષણભરમાં બદલી શકે છે. ઓસ્ટ્રેલિયામાં પણ આવી જ બેદરકારીની ઘટના પ્રકાશમાં આવી છે. 14 નવેમ્બરની સાંજે સિડનીના હોર્ન્સબીમાં એક દુ:ખદ અકસ્માત થયો.

ઓસ્ટ્રેલિયાના સિડનીના હોર્ન્સબીમાં આઠ મહિનાની ગર્ભવતી ભારતીય મૂળની મહિલા સમન્વિતા ધરેશ્વરનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું. આ અકસ્માત બાદ પોલીસે 19 વર્ષીય ડ્રાઇવરની ધરપકડ કરી, જેને કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના શુક્રવારે રાત્રે બની હતી જ્યારે તે તેના પતિ અને ત્રણ વર્ષના પુત્ર સાથે પાર્કિંગ ગેરેજના પ્રવેશદ્વાર પાસેથી પસાર થઈ રહી હતી. એક કિયા કાર તેમને રસ્તો ક્રોસ કરાવા માટે ઉભી રહી.

19 વર્ષીય એરોન પાપાઝોગ્લુ (Aaron Papazoglu) દ્વારા ચલાવવામાં આવતી BMW, જે ઝડપથી જઈ રહી હતી, તેણે પાછળથી કિયાને ટક્કર મારી. ટક્કરને કારણે કિયા આગળ ગઇ અને તેને કારણે મહિલા કચડાઇ. અકસ્માત પછી તરત જ ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી,

જો કે ગંભીર ઈજાઓને કારણે તે અને તેના ગર્ભમાં રહેલા બાળકને બચાવી શકાયા નહીં. પોલીસે બીજા દિવસે સવારે આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી. પોલીસે તેના પર ખતરનાક ડ્રાઇવિંગ દ્વારા મૃત્યુનું કારણ, બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ દ્વારા મૃત્યુનું કારણ અને ગર્ભને ઇજા પહોંચાડવાનો આરોપ મૂક્યો છે.

મેજિસ્ટ્રેટે આ અકસ્માતને અત્યંત દુ:ખદ કેસ ગણાવ્યો અને મામલાની ગંભીરતાને કારણે આરોપીને જામીન આપવાનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું કે આ બે પરિવારો માટે ભયંકર પરિણામ હતું. પોલીસે કારણ તરીકે ઝડપનો ઉલ્લેખ કર્યો છે. આ કાયદા હેઠળ, ખતરનાક અથવા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાથી મૃત્યુનું કારણ બને તેવા ગુનેગારોને તેમની સજા ઉપરાંત ત્રણ વર્ષ સુધીની વધારાની જેલની સજા થઈ શકે છે.

Previous Article

સ્ટાઇલિશ છે અંબાણી પરિવારની નાની વહુ રાધિકા, ગ્લેમરસ લુક્સ પર દિલ હારી બેસે છે ફેન્સ

Next Article

ટેલેન્ટેડ એક્ટ્રેસનું રોડ અકસ્માતમાં દર્દનાક મોત, એક્ટર આશુતોષ રાણા સાથે કરી ચૂકી હતી કામ- ફિલ્મ અને થિયેટર ઇન્ડસ્ટ્રીમાં શોક

error: Protected Content!