31 ઓગસ્ટથી સૂર્ય-ચંદ્રનો અશુભ વ્યતિપાત યોગ: આ 4 રાશિઓનું જીવન થઈ શકે છે ખેદાનમેદાન

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 31 ઓગસ્ટ 2026ના રોજ સવારે 6:22 કલાકે સૂર્ય અને ચંદ્રના મિલનથી અત્યંત હાનિકારક વ્યતિપાત યોગ સર્જાવા જઈ રહ્યો છે, જેની નકારાત્મક અસર તમામ 12 રાશિઓ પર પડશે. આ યોગ કેટલાક કલાકો સુધી જ સક્રિય રહેશે પરંતુ તેની લાંબા ગાળાની અસરોના કારણે વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભ રાશિના જાતકોના જીવનમાં માનસિક તણાવ, નાણાકીય નુકસાન અને અનેક પ્રકારના પડકારો વધી શકે છે.

વૃષભ રાશિ:

સૂર્ય અને ચંદ્રનો આ વ્યતિપાત યોગ વૃષભ રાશિના જાતકો માટે સમસ્યાઓના આગમનનો સંકેત આપે છે. આ સમય દરમિયાન કોઈપણ કામ કરવામાં જરાય બેદરકારી ન વર્તવી. ઈચ્છિત પરિણામ મળવામાં હજુ સમય લાગી શકે છે અને નાણાકીય સ્થિતિ નકારાત્મક રીતે પ્રભાવિત થઈ શકે છે.

સિંહ રાશિ:

સિંહ રાશિના જાતકો માટે આ યોગ કામમાં અનિશ્ચિતતાઓ અને ગુપ્ત શત્રુઓ દ્વારા પરેશાનીઓ લાવી શકે છે. આ સમયમાં માનસિક દબાણ વધવાની સાથે ધન સંબંધી મામલાઓમાં નિર્ણયો ખૂબ જ સમજી વિચારીને લેવા પડે છે. ઘરમાં જૂના મામલે વિવાદ થવાની સંભાવના રહે છે અને કાર્યનો બોજો પણ વધી શકે છે.

વૃશ્ચિક રાશિ: 

વૃશ્ચિક રાશિના લોકો માટે આ યોગ પડકારોવાળો સમય લઈને આવશે. આ યુતિ દરમિયાન કરજનો બોજો વધવાની સાથે કાર્યક્ષેત્રે સંઘર્ષ અને વધુ મહેનત કરવી પડી શકે છે. કાનૂની મામલાઓમાં ઉતાવળ કરવાથી મુશ્કેલીઓ વધી શકે છે અને માનહાનિ થવાનું જોખમ રહેવાથી સતર્ક રહેવું જરૂરી છે.

કુંભ રાશિ: 

સૂર્ય અને ચંદ્રનો આ યોગ કુંભ રાશિના જાતકો માટે માનસિક પરેશાનીઓ વધારી શકે છે. પ્રોપર્ટી સંલગ્ન મામલાઓમાં કોઈપણ નિર્ણય ઉતાવળમાં લેવાનું ટાળવું તેમજ વેપારી ભાગીદારી કરવાથી બચવું હિતાવહ છે. કાર્યસ્થળ પર સિનિયરો સાથે મતભેદ થઈ શકે છે અને કેટલાક મામલાઓમાં બોલતા પહેલા અનેકવાર વિચાર કરવો પડે છે.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

Previous Article

24 ઓગસ્ટ 2026 રાશિફળ: નોકરી-ધંધામાં કોને મળશે મોટો ફાયદો અને કઈ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ?

error: Protected Content!