રક્ષાબંધન 2026 પર વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ: રાખડી બાંધવાના મુહૂર્ત પર શી અસર થશે? જાણો સાચો સમય

ભાઈ-બહેનના અસીમ પ્રેમ અને પવિત્ર બંધનનું પ્રતીક એવું રક્ષાબંધનનો તહેવાર આ વર્ષે ખૂબ જ ખાસ રહેવાનો છે. વર્ષ 2026 માં 28 ઓગસ્ટ, શુક્રવારના રોજ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે. આ પર્વ સાથે જ અમરનાથ યાત્રાનું પણ સમાપન થશે. પરંતુ આ વર્ષે રક્ષાબંધનના દિવસે જ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ પણ થવા જઈ રહ્યું છે, જેને લઈને લોકોના મનમાં અનેક પ્રકારની શંકાઓ અને સવાલો છે.

બ્લડ મૂન અને ગ્રહણની સ્થિતિ

28 ઓગસ્ટના રોજ થનારું આ ચંદ્રગ્રહણ આંશિક હશે. આ દરમિયાન ચંદ્રનો મોટો ભાગ પૃથ્વીની છાયાથી ઢંકાઈ જશે અને ચંદ્ર તાંબા કે લાલ રંગ જેવો દેખાશે, જેને કારણે તેને ‘બ્લડ મૂન’ પણ કહેવામાં આવે છે. આ ગ્રહણ દક્ષિણી-પશ્ચિમી એશિયા, અમેરિકા, યુરોપ, આફ્રિકા અને પ્રશાંત મહાસાગરમાં સંપૂર્ણ રીતે દેખાશે. કુંભ અને શતભિષા નક્ષત્રમાં થનાર આ ગ્રહણ સમયે ચંદ્ર કુંભ રાશિમાં રાહુની સાથે બિરાજમાન હશે.

શું ભારતમાં દેખાશે ચંદ્રગ્રહણ?

સૌથી મોટો સવાલ એ છે કે શું આ ગ્રહણ ભારતમાં દેખાશે? તો આપને જણાવી દઈએ કે, આ ચંદ્રગ્રહણ ભારતમાં બિલકુલ દેખાશે નહીં.

  • કોઈ અસ૨ નહીં: ભારતમાં દ્રશ્યમાન ન હોવાને કારણે રક્ષાબંધનના પર્વ પર કે રાખડી બાંધવાના મુહૂર્ત પર તેની કોઈ જ નકારાત્મક અસર નહીં પડે.

  • સૂતક કાળ માન્ય નથી: ભારતમાં ગ્રહણ દેખાવાનું નથી, તેથી તેનો સૂતક કાળ પણ અહીં માન્ય રહેશે નહીં. ભાઈ-બહેન નિશ્ચિંત થઈને કોઈપણ મુશ્કેલી વગર આખો દિવસ પૂજાપાઠ અને તહેવારની ઉજવણી કરી શકશે.

  • ભદ્રાનો પડછાયો નથી: આ દિવસે ભદ્રાનો પણ કોઈ દોષ નથી, જેથી બહેનો કોઈપણ સમયે પોતાના ભાઈને રાખડી બાંધી શકે છે.

ચંદ્રગ્રહણ 2026 નો સમય

ભારતીય સમય અનુસાર રક્ષાબંધનના દિવસે થનાર આ ચંદ્રગ્રહણનો સમય નીચે મુજબ રહેશે:

  • ગ્રહણની શરૂઆત: સવારે 8:04 વાગ્યે

  • ગ્રહણનો મધ્ય કાળ: સવારે 9:43 વાગ્યે

  • ગ્રહણનું સમાપન: સવારે 11:22 વાગ્યે

  • કુલ સમયગાળો: 3 કલાક 18 મિનિટ (નોંધ: આ સમય ભારતીય સમય મુજબ છે, પરંતુ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં.)

આ દિવસે શું કરવું?

  • રક્ષાબંધનના દિવસે સહેજ વહેલા સવારે સ્નાન આદિ પતાવીને ભગવાનની પૂજા કરો.

  • બહેનો ભાઈની આરતી ઉતારીને તેમના કાંડા પર રક્ષા સૂત્ર (રાખડી) બાંધે અને તેમના દીર્ઘાયુ તથા સુખ-સમૃદ્ધિની કામના કરે.

  • ભાઈ પોતાની બહેનને રક્ષણનું વચન આપીને ભેટ આપે.

  • પોતાની યથાશક્તિ પ્રમાણે જરૂરિયાતમંદ લોકોને ભોજન કે વસ્ત્રોનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે.

ગ્રહણને લઈને મનમાં કોઈપણ પ્રકારનો ભય કે અસલામતી રાખ્યા વગર પૂરી આસ્થા અને સકારાત્મક ઉર્જા સાથે આ પવિત્ર પર્વની ઉજવણી કરો.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

Previous Article

22 ઓગસ્ટ 2026 રાશિફળ: કઈ રાશિઓ પર થશે લક્ષ્મીજીની મહેરબાન અને કોને લાગશે નુકસાનનો ફટકો?

Next Article

ગુરુનું સિંહ રાશિમાં ગોચર: આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે છપ્પરફાડ ધનલાભ અને કરિયરમાં મળશે અપાર સફળતા!

error: Protected Content!