હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
Daily Horoscope: જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકશાન પણ થઈ શકે છે.

1. મેષ – અ, લ, ઈ (Aries): આજના દિવસે તમારા રોકાયેલા નાણાં પરત મળવાની પૂર્ણ શક્યતા છે, જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. મા લક્ષ્મીની કૃપાથી વ્યવસાયમાં નવો ઓર્ડર કે મોટો લાભ મળી શકે છે. પરિવાર સાથે કોઈ ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં જવાનું આયોજન થશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પણ વધુ પડતા ઉત્સાહમાં નિર્ણય લેવાનું ટાળવું.

2. વૃષભ – બ, વ, ઉ (Taurus): આજના દિવસે નાણાકીય બાબતોમાં થોડી સાવચેતી રાખવી જરૂરી છે, બિનજરૂરી ખર્ચ બજેટ બગાડી શકે છે. નોકરીમાં સહકર્મીઓ સાથે તાલમેલ જાળવવો, અન્યથા બિનજરૂરી વિવાદ થઈ શકે છે. ધંધામાં કોઈ નવું રોકાણ હાલ પૂરતું મુલતવી રાખવું હિતાવહ છે. સાંજ સુધીમાં કોઈ જૂના મિત્ર તરફથી સારા સમાચાર મળી શકે છે.

3. મિથુન – કા, છ, ઘ (Gemini): આજના દિવસે વેપાર-ધંધામાં પ્રગતિના નવા માર્ગો ખુલશે અને અચાનક ધનલાભ થવાની શક્યતા છે. તમારી બૌદ્ધિક ક્ષમતાથી તમે અઘરા કાર્યો પણ સરળતાથી પૂર્ણ કરી શકશો. પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે અને જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસ ક્ષેત્રે સફળતા આપનારો દિવસ છે.

4. કર્ક – ડ, હ (Cancer): આજના દિવસે માનસિક તણાવ કે ચિંતાનો અનુભવ થઈ શકે છે, તેથી શાંતિ જાળવવી. ધંધાકીય ક્ષેત્રે કોઈ મોટી ડીલ કરતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લેવી. લેવડ-દેવડની બાબતમાં કોઈ પર અંધશ્રદ્ધા ન રાખવી નહીંતર નુકસાનનો ફટકો પડી શકે છે. પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાથી મન પ્રસન્ન રહેશે.

5. સિંહ – મ, ટ (Leo): આજના દિવસે ભાગ્યનો પૂર્ણ સાથ મળશે અને મા લક્ષ્મીજીની વિષેશ કૃપા તમારા પર રહેશે. આર્થિક યોજનાઓ સફળ થશે અને લાંબા ગાળાના રોકાણથી મોટો ફાયદો મળી શકે છે. સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા અને માન-સન્માનમાં વધારો થશે. કાર્યક્ષેત્રે ઉચ્ચ અધિકારીઓ તમારા કામથી ખુશ થશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આજના દિવસે ઓફિસ કે બિઝનેસમાં કોઈ નવું કામ શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નાણાકીય સ્થિતિ સુધરશે અને જૂના કરજમાંથી મુક્તિ મળવાનો માર્ગ સરળ બનશે. પરિવારમાં કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહી શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી.

7. તુલા – ર, ત (Libra): આજના દિવસે નકારાત્મક વિચારોથી દૂર રહેવું, નહીંતર બનતા કામ બગડી શકે છે. આર્થિક બાબતોમાં ઉતાવળિયો નિર્ણય લેવાથી નાણાકીય નુકસાન થવાની સંભાવના છે. વ્યવસાયમાં હરીફો તરફથી પડકાર મળી શકે છે, તેથી સતર્ક રહેવું. સાંજના સમયે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવાથી માનસિક શાંતિ મળશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આજના દિવસે આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે, જેનાથી મન ખૂબ પ્રસન્ન રહેશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળશે અને બોસ તમારા કાર્યની પ્રશંસા કરશે. પરિવાર સાથે આનંદદાયક સમય વિતાવશો અને પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. આરોગ્ય સુખદ રહેશે.

9. ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આજના દિવસે પૈસાની આપ-લેમાં ખૂબ જ સાવધાની રાખવી, નહિતર નાણાં ફસાઈ શકે છે. ભાગીદારીના ધંધામાં પારદર્શિતા રાખવી, નહીંતર મનમોટાવ થવાની શક્યતા છે. બિનજરૂરી દોડધામથી શારીરિક થાક અનુભવાશે. દિવસના ઉત્તરાર્ધમાં સ્થિતિ સુધરશે અને પરિવારનો સાથ મળશે.

10. મકર – ખ, જ (Capricorn): આજના દિવસે તમારી આવકના નવા સ્ત્રોત ઊભા થશે અને નાણાકીય બાબતોમાં મોટો સુધારો જોવા મળશે. વેપારીઓ માટે આજના દિવસે મોટો ફાયદો થવાના યોગ છે, મા લક્ષ્મીની કૃપા વરસશે. પરિવારમાં સુખ-શાંતિનો વાતાવરણ રહેશે અને સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

11. કુંભ – ગ, સ, શ, ષ (Aquarius): આજના દિવસે ક્ષેત્રમાં કામનું ભારણ વધુ રહી શકે છે, પરંતુ તમારી યોગ્યતાથી કામ પૂરું કરી શકશો. ઉતાવળમાં લેવાયેલા નિર્ણયોથી આર્થિક ફટકો પડી શકે છે, માટે આર્થિક વ્યવહારોમાં ધ્યાન રાખવું. વિદેશ સંબંધિત કાર્યોમાં સફળતા મળવાની શક્યતા છે. જીવનસાથી સાથે વૈચારિક મંતભેદ ટાળવા.

12.મીન – દ, ચ, ઝ, થ (Pisces): આજના દિવસે તમારા રોકાયેલા કામો ગતિ પકડશે અને આર્થિક મુશ્કેલીઓ દૂર થશે. લક્ષ્મીજીની કૃપાથી વ્યવસાયમાં ધાર્યો લાભ મળશે અને નવા સંપર્કો ફાયદાકારક સાબિત થશે. આધ્યાત્મિકતા તરફ રુચિ વધશે અને ધાર્મિક યાત્રાનો યોગ બની શકે છે. મન ઉત્સાહિત અને સકારાત્મક રહેશે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.