જ્યોતિષ શાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિને જ્ઞાન, શિક્ષણ, વિવાહ, સંતાન અને ભાગ્યના કારક માનવામાં આવે છે. ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન તમામ 12 રાશિઓ પર મોટી અસર કરે છે. 2 જૂનના રોજ કર્ક રાશિમાં પ્રવેશ કર્યા બાદ, હવે દેવગુરુ બૃહસ્પતિ 31 ઓક્ટોબર 2026, શનિવારે બપોરે 12:50 વાગ્યે કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે.
ગુરુનું આ ગોચર ખાસ કરીને 5 રાશિના જાતકો માટે સુવર્ણ કાળ લઈને આવી રહ્યું છે. આ દરમિયાન કરિયર અને વેપારમાં જબરદસ્ત પ્રગતિ થશે.
ભાગ્યશાળી 5 રાશિઓ પર ગુરુ ગોચરની શુભ અસર:

-
મેષ રાશિ: સિંહ રાશિમાં ગુરુનો પ્રવેશ મેષ રાશિ માટે અત્યંત લાભદાયી રહેશે. નોકરીયાત વર્ગને કરિયરમાં આગળ વધવાની ઉત્તમ તકો અને નવી જવાબદારીઓ મળશે. વેપારીઓ માટે કોઈ મોટી ડીલ ફાઈનલ થવાથી અણધાર્યો ધનલાભ થઈ શકે છે. અટકેલા તમામ કામો પૂરા થશે.

-
કર્ક રાશિ: નાણાકીય દ્રષ્ટિએ આ સમય શ્રેષ્ઠ સાબિત થશે. આવકના નવા સ્ત્રોત ઉભા થવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પરિવારમાં ખુશીઓ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહેશે.

-
સિંહ રાશિ: ગુરુનું ગોચર આ જ રાશિમાં થઈ રહ્યું હોવાથી સિંહ રાશિના જાતકોને આત્મવિશ્વાસમાં વધારો થશે. સમાજ અને કાર્યક્ષેત્રમાં માન-સન્માન વધશે. નોકરી અને બિઝનેસમાં આર્થિક લાભ થશે. રોકાણ કરવા માટે આ સમય અનુકૂળ છે.

-
વૃશ્ચિક રાશિ: કરિયરમાં મોટી સફળતા મળવાના યોગ છે. ઓફિસમાં તમારી મહેનતની પ્રશંસા થશે અને નવી જવાબદારીઓ મળશે. વેપારમાં રોકાયેલા લોકોને સારો નફો મળશે અને વ્યવસાયનો વિસ્તાર થશે.

-
ધન રાશિ: ગુરુનું સિંહ રાશિમાં ભ્રમણ ધન રાશિ માટે ભાગ્યોદય કરનારું રહેશે. કમાણીમાં મોટો ઉછાળો આવવાથી બેંક બેલેન્સ વધશે. આર્થિક સમસ્યાઓ દૂર થશે અને મન પ્રસન્ન રહેશે.
(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષશાસ્ત્ર અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)