સોમવારે સવારે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા, જ્યાં કોંગોના ખાણકામ મંત્રી લુઈ વાતુમ કાબામ્બા અને તેમની સાથેનું પ્રતિનિધિમંડળ એક ગંભીર વિમાન દુર્ઘટનામાં બચી ગયા. રાજધાની કિન્શાસાથી કોલવેઝી એરપોર્ટ જઈ રહેલા વિમાન લેન્ડિંગ દરમિયાન રનવે પરથી લપસી ગયું ત્યારે આ અકસ્માત થયો. સોશિયલ મીડિયા પર સામે આવેલ આ ઘટનાના ફોટો અને વીડિયો ભયાનક છે.

મંત્રીના સંદેશાવ્યવહાર સલાહકારે જણાવ્યું હતું કે રનવે છોડ્યા પછી થોડીવારમાં જ વિમાનમાં આગ લાગી ગઈ. સદનસીબે, વિમાનમાં સવાર 20 મુસાફરોને સમયસર બહાર કાઢવામાં આવ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. જોકે, મુસાફરોના સામાનને નુકસાન થયું છે. મંત્રી અને અધિકારીઓ કોલવેઝી નજીક કાલોન્ડો ખાણમાં થયેલા વિનાશક અકસ્માતનું મૂલ્યાંકન કરવા જઈ રહ્યા હતા, જ્યાં શનિવારે 32 લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટના ખાણકામ ક્ષેત્રમાં સલામતીના પગલાં અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

એક દિવસ પહેલા જ કોંગોના લુઆલાબા પ્રાંતમાં કાલોન્ડો ખાણમાં એક મોટો અકસ્માત થયો હતો, જેમાં 32 લોકો માર્યા ગયા હતા. અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ખાણકામ મંત્રી લુઈસ વાટુમ કબામ્બા સોમવારે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે, તેમનું વિમાન કોલોવેઝી એરપોર્ટ પર રનવે પરથી લપસી ગયું અને તેમાં આગ લાગી ગઈ. સદનસીબે, મંત્રી અને તમામ મુસાફરોને સમયસર બહાર કાઢવામાં આવ્યા. આશરે 20 લોકોને બચાવી લેવામાં આવ્યા. સરકારે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

જે વિમાનમાં આગ લાગી તે એમ્બ્રેર ERJ-145LR (રજીસ્ટ્રેશન D2-AJB) હતું જે એરજેટ અંગોલા દ્વારા સંચાલિત હતું. આ વિમાન કિન્શાસાથી લુઆલાબા પ્રાંતના કોલ્વેઝી જઈ રહ્યું હતું. સોમવારે કોલ્વેઝીના રનવે 29 પર ઉતરતી વખતે વિમાનની પૂંછડીમાં આગ લાગી ગઈ. આ ઘટનાના ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં આગમાંથી ગાઢ ધુમાડો નીકળતો જોવા મળે છે, જ્યારે કામદારો પાણી વડે આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજા વીડિયોમાં ગભરાયેલા મુસાફરો વિમાનમાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરતા જોવા મળે છે. કેટલાક તો ઉતાવળમાં પડી જાય છે, જ્યારે અન્ય બારીઓમાંથી ભાગતા જોવા મળે છે.
An Embraer ERJ-145 crashed landing at Kolwezi Airport, Democratic Republic of the Congo, veered off runway and caught fire.
The plane was destroyed, but all onboard, including the Mines Minister, evacuated safely. No injuries reported. Investigation ongoing into the crash. #DRC https://t.co/PxHq56C6Z9 pic.twitter.com/4rg5NDV2wb
— GeoTechWar (@geotechwar) November 17, 2025