એશિયાના સૌથી ધનિક પરિવાર, એવા અંબાણી પરિવારના અને અનંતના ખૂબ જ પ્રિય સદસ્ય એવા પેટ ડોગ ‘હેપ્પી’એ દુનિયાને અલવિદા કયું છે. હેપ્પી અનંત અંબાણીની ખૂબ નજીક હતો અને પરિવારના એક સભ્ય જેવો જ હતો. તેમની સંભાળ અને જીવનશૈલી કોઈપણ ધનિક વ્યક્તિથી ઓછી ન હતી, અને તે અંબાણી પરિવારના હૃદયનો એક ભાગ બની ગયો હતો.
અનંત અંબાણીના પાલતુ કૂતરા હેપ્પીના નિધનની માહિતી વિરલ ભાયાણી અને અંબાણી અપડેટ નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવી છે. શેર કરેલી પોસ્ટ મુજબ, અનંત અંબાણીના પાલતુ શ્વાન હેપ્પીનું 30 એપ્રિલના રોજ અવસાન થયું. પરિવારે તેમના પ્રિય પુત્ર હેપ્પી અંબાણીને શ્રદ્ધાંજલિ આપી, જેને તેઓ ઘરના સૌથી પ્રિય સભ્યોમાંના એક માનતા હતા.
અંબાણી પરિવારના કૌટુંબિક ફોટા, લગ્ન સમારોહ અને કૌટુંબિક મેળાવડામાં હેપ્પીનું ખાસ સ્થાન હતું. પરંતુ હવે આખો પરિવાર પોતાના મિત્રને ગુમાવ્યા બાદ દુઃખી છે. અંબાણી પરિવારે તેમના હેપ્પીને ગુમાવી દીધો છે. તેમના પ્રિય હેપ્પીના દુનિયામાંથી ગયા પછી, અંબાણી પરિવારે ખૂબ જ સુંદર અને ભાવનાત્મક પોસ્ટ શૅર કરી છે.
હેપ્પી રાજાશાહી જીવન જીવતો હતો. જ્યારે પણ અનંત ક્યાંય જાય છે, ત્યારે હેપ્પી તેની સાથે ખાનગી જેટમાં મુસાફરી કરતો. અંબાણી પરિવારમાં આ પાલતુ ડોગીને પરિવારના સભ્ય જેવો ગણવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંબાણી પરિવારનો પાલતુ શ્વાન હેપ્પી 4 કરોડ રૂપિયાની મર્સિડીઝ-બેન્ઝ G 400Dમાં ફરે છે. અંબાણી પરિવારની સુરક્ષામાં G 63 AMG જેવા ઉચ્ચ કક્ષાના વાહનોનો સમાવેશ થાય છે, જ્યારે G 400d પાલતુ કૂતરા હેપ્પીની સુરક્ષા માટે છે. મર્સિડીઝ-બેન્ઝ G 400d પહેલાં, હેપ્પી ટોયોટા ફોર્ચ્યુનર અને ટોયોટા વેલફાયર ચલાવતા હતા.