નવજોત સિંહ સિદ્ધુની દીકરીની ખૂબસુરતી જોઇ ચકરાઇ જશે માથુ, ખૂબસુરતી આગળ અભિનેત્રીઓ ફેલ

બોલિવુડ હીરોઇનો પણ ટૂંકી પડે નવજોત સિંહ સિદ્ધુની દીકરી, ગ્લેમરસ તસવીરો જોઇ હટાવી નહિ શકો નજર

ચાહકો રાહ જોઈ રહ્યા છે કે રાબિયા ક્યારે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં જોડાય છે, જેથી તેની પ્રતિભા સામે આવી શકે. ફેશન ફ્રીક રાબિયાએ તેના અદભૂત સ્ટાઈલ સ્ટેટમેન્ટથી ઘણા લોકોને પ્રભાવિત કર્યા છે.રાબિયા પણ તેના પિતા નવજોત સિંહ સિદ્ધુની જેમ ઈન્ટરનેટ પર ફેમસ છે. રાબિયાના પિતા અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ લોકપ્રિય છે. તેઓ ‘ધ કપિલ શર્મા શો’ અને તાજેતરની રાજનીતિ માટે જાણીતા છે. રાબિયા ઈન્સ્ટાગ્રામ પર નિયમિત રીતે ચાહકો સાથે પોસ્ટ શેર કરતી રહે છે. તે તેની આકર્ષક તસવીરોથી સોશિયલ મીડિયા પર રાજ કરી રહી છે.

સુંદર દેખાવ અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી રાબિયા વ્યવસાયે ફેશન ડિઝાઈનર છે.પટિયાલાની યાદવીન્દ્ર પબ્લિક સ્કૂલ અને પછી પાથવેઝ વર્લ્ડ સ્કૂલમાંથી પ્રારંભિક અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રાબિયા ફેશન ડિઝાઈનિંગનો અભ્યાસ કરવા સિંગાપોર અને લંડન ગઈ હતી.રાબિયાને પાર્ટી કરવાનો શોખીન છે. તેને તેના મિત્રો સાથે ફરવાનું પસંદ છે. તેની પાર્ટીની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર જોવા મળે છે. પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુની સુંદર દીકરી રાબિયા સિદ્ધુ પોતાની ગ્લેમરસ તસવીરોથી ઈન્ટરનેટ પર બધાનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે.

નવજોત સિંહ સિદ્ધુની દીકરી રાબિયા સિદ્ધુ ભલે સામાન્ય લોકોમાં બહુ ફેમસ ન હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર કોઈ સ્ટારથી ઓછી નથી. કોઈપણ બોલિવૂડ અભિનેત્રીની જેમ, તે સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ અને સ્ટાઇલિશ ફોટા શેર કરતી રહે છે. રાબિયા સિદ્ધુ એક પ્રોફેશનલ ફેશન ડિઝાઇનર છે. સિંગાપોરની LASALLE કૉલેજ ઑફ આર્ટસમાંથી ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યા પછી, તેણે લંડનમાંથી ફેશન ડિઝાઇનિંગમાં માસ્ટર્સ ડિગ્રી લીધી. સોશિયલ મીડિયા પર રાબિયાની તસવીરો દર્શાવે છે કે તે ખૂબ જ ફેશનેબલ છે અને તેને પાર્ટીઝનો ખૂબ શોખ છે.

આ સાથે તેનો ગ્લેમરસ અને સ્ટાઈલિશ લુક પણ કોઈ મોડલથી ઓછો નથી અને તે ગ્લેમરની બાબતમાં બોલિવૂડની અભિનેત્રીઓને ટક્કર આપે છે. થોડા દિવસો પહેલા નવજોત સિંહ સિદ્ધુની પુત્રી રાબિયા સિદ્ધુ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતી. પિતા માટે પ્રચાર કરી રહેલી રાબિયાએ કહ્યું કે જ્યાં સુધી તેના પિતા જીતશે નહીં ત્યાં સુધી તે લગ્ન નહીં કરે.ચૂંટણી પ્રચાર દરમિયાન રાબિયા સિદ્ધુએ બિક્રમ મજીઠિયા પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

રાબિયાએ કહ્યું કે ઘણા સમય પહેલા મજીઠીયા અંકલ તેમના પિતા પાસે રાજકારણના પાઠ લેવા આવતા હતા. આજે લડાઈ સત્ય અને અસત્ય વચ્ચે છે, લોકોએ નક્કી કરવાનું છે કે કોનો સાથ આપવો. રાબિયા સિદ્ધુએ પ્રચાર દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર પણ નિશાન સાધ્યું હતું. રાબિયાએ કહ્યું કે સીએમ ચન્નીને ગરીબ કહેવાનો સવાલ જ ઊભો થતો નથી, કારણ કે તેમના ખાતામાં 133 કરોડ રૂપિયા છે.

રાબિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર રાબિયાના 66.4k ફોલોઅર્સ છે. આટલું જ નહીં તેનું એકાઉન્ટ પણ વેરિફાઈ છે. તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના સુંદર ફોટાઓથી ભરેલું છે. રાબિયા વ્યવસાયે ભલે ફેશન ડિઝાઈનર હોય, પરંતુ દેખાવમાં તે કોઈ મોડલથી ઓછી નથી.

 

View this post on Instagram

 

A post shared by Rabia Sidhu (@rabiasidhu)

છેલ્લા કેટલાક સમયથી રાબિયાના બોલિવૂડ ડેબ્યૂની પણ ચર્ચા ચાલી રહી છે. જો કે, ડેબ્યુ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી. તમને જણાવી દઈએ કે રાબિયા કેટલાક ટીવી શોમાં પણ જોવા મળી છે. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે તે ટૂંક સમયમાં બોલીવુડમાં એન્ટ્રી કરી શકે છે. રાબિયા ઉપરાંત નવજોત સિંહ સિદ્ધુને એક પુત્ર કરણ સિદ્ધુ પણ છે. રાબિયા ઈશાન સૂરી સાથેના અફેરને લઈને પણ ચર્ચામાં રહી છે.

Shah Jina