રાણીની જેમ 89 વર્ષના દાદીમાનો ઉજવવામાં આવ્યો જન્મ દિવસ, એવી રીતે તૈયાર કર્યા કે વીડિયો જોઈને લોકો પણ હેરાન રહી ગયા, જુઓ

દરેક લોકો પોતાના જન્મ દિવસને લઈને ખુબ જ ઉત્સાહિત હોય છે, એ દિવસે કેટલાય લોકો પાર્ટીનું આયોજન કરતા હોય છે અને સુંદર રીતે તૈયાર પણ થતા હોય છે ત્યારે હાલમાં જ કન્ટેન્ટ ક્રિએટર સ્નેહા દેસાઈ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ એક હૃદયસ્પર્શી વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં તેની 89 વર્ષીય દાદીની બર્થડે પાર્ટી જોઈ શકાય છે. સ્નેહા દેસાઈએ વિક્ટોરિયન શૈલીમાં હાઈ-ટી-થીમ આધારિત જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું.

દાદીને નવા અવતારમાં જોઈને પરિવારના સભ્યો પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. દાદીએ તેમના જન્મદિવસ પર રાણી વિક્ટોરિયા જેવો ડ્રેસ પહેર્યો જ નહીં પરંતુ તેમનો મેકઅપ પણ કરાવ્યો. તેની સ્ટાઈલ ઈન્ટરનેટ પર લોકોના દિલ જીતી રહી છે. આ જ કારણ છે કે વીડિયોને અત્યાર સુધીમાં 20 લાખ લાઈક્સ સાથે લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કન્ટેન્ટ ક્રિએટરે તેની દાદીને તેના જન્મદિવસની પાર્ટી માટે કેવી રીતે પોશાક પહેરાવ્યો હતો. તેમણે લીલાક ગાઉન પહેર્યું હતું અને 89 વર્ષની ઉંમરે દાદી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. દાદીએ તૈયાર થવા માટે મેકઅપ પણ કર્યો અને કેપ, ગ્લોવ્ઝ અને હેન્ડ ફેન વડે તેના લુકને એક્સેસરીઝ કર્યો. ક્લિપમાં આગળ બતાવે છે કે તે તેના જન્મદિવસની કેક કાપતો અને મીણબત્તીઓ ને ફૂંક મારી અને પરિવારના સભ્યોએ પણ થીમ આધારિત કપડાં પહેર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sneha Desai (@littlemisschatterbox28)

આ વીડિયો શેર કરતી વખતે તેના કેપ્શનમાં લખ્યું, ‘દાદી 89 વર્ષની થઈ ગઈ. ઉંમર માત્ર એક સંખ્યા છે. મને 89 વર્ષની ઉંમરે મારી દાદીની લાગણી અને ઊર્જા ગમે છે! મને ગમે છે કે તે હજી પણ દરેક નાની વસ્તુનો આનંદ માણે છે. તે અમારા માટે પ્રેરણા છે. જન્મદિવસની શુભકામનાઓ અને ઘણી બધી યાદો.” ઈન્ટરનેટ યુઝર્સને આ કલીપ ખુબ જ પસંદ આવી છે અને કોમેન્ટ બોક્સને સુંદર પ્રતિક્રિયાઓથી ભરી દીધું છે.

Niraj Patel