બહેનની હવે ચિંતા કરવાની નહિ પડે જરૂર, ભાઈ ગિફ્ટ કે પૈસા નહિ આપે તો બતાવી દેજો હાથની મહેંદીમાં રહેલો QR કોડ, અનોખી મહેંદીનો વીડિયો થઇ રહ્યો છે વાયરલ
Mehndi with QR code : રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસોની જ વાર છે. આ તહેવાર ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે અને દરેક બહેન પોતાના વીરાના કાંડા પર રખડાવી બાંધવા આખા વર્ષથી રાહ જુએ છે. ત્યારે ભાઈ પણ બહેનની આ રાખડી બાંધ્યા બાદ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે અને તેને ભેટ પણ આપતો હોય છે. ત્યારે આ રક્ષા બંધનને લઈને સોશિયલ મીડિયામાં પણ ઘણા બધા વીડિયો અને તસવીરો વાયરલ થતી હોય છે. હાલ રક્ષાબંધન માટેના એક એવા જ વીડિયોએ ધમાલ મચાવી છે.
QR કોડ વાળી મહેંદી :
ત્યારે હાલમાં ઈન્ટરનેટ પર એક QR કોડ મહેંદી વાયરલ થઈ રહી છે, જેને સ્કેન કરીને ભાઈ પણ તેની બહેનને પૈસા ટ્રાન્સફર કરી શકે છે. ઈન્સ્ટાગ્રામ પર યશ_મહેંદી નામના પેજ પર ડિજિટલ મહેંદીનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક છોકરી તેના હાથ પર મહેંદી લગાવેલી જોવા મળે છે. તે દેખાવમાં ખૂબ જ સુંદર લાગી રહી છે, પરંતુ જો તમે ધ્યાનથી જોશો તો તમે જોશો કે આ મહેંદી પર એક QR કોડ બનાવવામાં આવ્યો છે.
સ્કેન કરી પૈસા ટ્રાન્સફર કર્યા :
એટલું જ નહીં, એક વ્યક્તિ આ QR કોડને સ્કેન કરીને પૈસા ટ્રાન્સફર પણ કરી રહ્યો છે. હવે જો તમે પણ વિચારી રહ્યા હોવ કે આ પ્રકારની મહેંદી લગાવવાથી તમે તમારા ભાઈને પણ QR કોડ સ્કેન કરી શકશો, તો તમે આ મહેંદી પણ અજમાવી શકો છો. આ ડિજિટલ મહેંદીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લાખો લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે.
View this post on Instagram
યુઝર્સ રહી ગયા હેરાન :
આ ઉપરાંત વીડિયોને અત્યાર સુધી 65 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે. એક યુઝરે આના પર કમેન્ટ કરી કે ટેક્નોલોજીએ ખરેખર ઘણી પ્રગતિ કરી છે. અન્ય એક યુઝરે લખ્યું કે કલાકારને 11 તોપોની સલામી આપવી જોઈએ. તે જ સમયે, એક યુઝરે લખ્યું કે હું પણ મારા હાથ પર આવી રચનાત્મક મહેંદી લગાવવા માંગુ છું. એ જ રીતે ઘણા યુઝર્સે તેના પર ફની કોમેન્ટ કરી તો કેટલાકે તેને ફેક પણ ગણાવી.