અમદાવાદ : રસ્તા પર ઊભેલી ગાયે ચાલીને જઇ રહેલી મહિલા પર કર્યો હુમલો, ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ મહિલા- CCTV ફુટેજ આવ્યા સામે

લાલ દુપટ્ટો પહેરી જઇ રહી મહિલા, અચાનક જ ગાયે કરી દીધો હુમલો- વીડિયો થયો વાયરલ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે, ઘણીવાર રખડતા ઢોરને કારણે કોઇને પોતાનો જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે હાલમાં અમદાવાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જેમાં લાલ દુપટ્ટો પહેરી જઇ રહેલી મહિલા પર ગાયે હુમલો કર્યો અને લોકો મહિલાને બચાવવા દોડ્યા ત્યાં સુધીમાં તો ગાય તેને ગંભીર રીતે ઘાયલ કરી ચૂકી હતી. જે પછી મહિલાને આઈસીયુમાં દાખલ કરવામાં આવી. આ વીડિયો અમદાવાદના નરોડા વિસ્તારનો જણાવવામાં આવી રહ્યો છે. મહિલાની હાલત ગંભીર છે.

તેના ફેફસાં, મોં અને ફૂડ પાઇપને ગંભીર નુકસાન થયું છે. તેની પાંસળીઓ તૂટી ગઈ છે. સ્થાનિકોએ જણાવ્યું કે આ વિસ્તારના અનેક રસ્તાઓ પર રખડતા પશુઓ ફરતા રહે છે. આ અંગે અનેક વખત ફરિયાદો કરવામાં આવી છે પરંતુ મહાનગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

Shah Jina