ઊંચા ઢાળ પર રોડ રોલરને ધક્કો મારીને ચઢાવી રહ્યા હતા આ લોકો, પરંતુ અચાનક થયું એવું કે લોકોના શ્વાસ પણ અઘ્ધર થઇ ગયા, જુઓ વીડિયો

આને કહેવાય બુદ્ધિનું પ્રદર્શન, જુઓ કેવી રીતે રોડ રોલરને ધક્કો મારીને ઢાળ પર ચઢાવી રહ્યા હતા આ લોકો, પરંતુ થયું કંઈક એવું કે જીવ બચાવીને હટી જવું પડ્યું, વાયરલ થયો વીડિયો

People pushed the road roller: રસ્તા પરથી જયારે રોડ રોલર પસાર થતું હોય ત્યારે દરેક ઉંમરનું વ્યક્તિ તેને જોવા માટે ઉભું જ રહે છે. તેનો ઉપયોગ રોડ બનાવવાથી લઈને જમીન સમતળ કરવા સુધી થાય છે. આ એક ખૂબ જ ભારે વાહન છે. અને હા, તેની સ્પીડ પણ કંઈ ખાસ નથી. ઉપરાંત, તેના વ્હીલ્સ પણ સંપૂર્ણ રીતે ગોળાકાર અને લોખંડના હોય છે.  આથી જ્યારે આ વાહનને ઉંચી જગ્યાએ લઈ જવાનું હોય ત્યારે તેના માટે અન્ય મશીનનો ઉપયોગ કરવામાં આવે છે.

ધક્કો મારીને ઢાળ ચઢાવતા હતા લોકો :

સોશિયલ મીડિયા પર એક ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં કેટલાક લોકો રોડ રોલરને ઉંચી જગ્યાએ લઇ જવા માટે ધક્કો મારતા જોવા મળે છે. જેમ કાર કે બસને ધક્કો મારતા હોય. પરંતુ રોલર એટલું ભારે છે કે તે આગળ જવાને બદલે પાછળ જાય છે. બસ આ જોઈને કેટલાક લોકો કહે છે કે જુગાડ બુદ્ધિ બધે કામ નથી કરતી. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો રોડ રોલરને ઉપર ચઢાવવામાપ પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ ચઢાણ એટલું ઊંચુ છે કે રોલર બિલકુલ ચઢી શકતું નથી.

પાછું ગબડ્યું રોલર :

આવી સ્થિતિમાં, કેટલાક લોકો તેમના મગજનો ઉપયોગ કરે છે અને રોડ રોલરના એક વ્હીલને આગળ ધકેલવાનું શરૂ કરે છે. રોલર થોડુ આગળ વધે છે પરંતુ અંતે લપસીને નીચે તરફ જવાનું શરૂ કરે છે. જેઓ તેમના મગજનો ઉપયોગ કરે છે તેઓ સમજે છે કે રોલર આગળ વધશે નહીં… તેથી જેમ તે પાછળ જવા લાગે છે, રોલરને નીચે તરફ પાછું જતા જોઈને લોકો પણ પોતાનો જીવ બચાવીને સાઈડમાં ખસી જાય છે. જો કે સારું રહ્યું આ દરમિયાન કોઈ દુર્ઘટના ના ઘટી.

 

View this post on Instagram

 

A post shared by ANAK TEKNIK (@infotekniksipil)

લાખો લોકોએ જોયો વીડિયો :

આ વિડિયો 4 ઓગસ્ટના રોજ ઈન્સ્ટાગ્રામ પેજ @infotekniksipil પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને સોશિયલ મીડિયા લોકો દ્વારા બહોળા પ્રમાણમાં જોવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં આ ક્લિપને 60 લાખ વ્યૂઝ અને 2.5 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. આ અંગે ઘણા યુઝર્સે કોમેન્ટ પણ કરી છે. એક વ્યક્તિએ લખ્યું- અહીં ખટ્ટા મીઠાના ફેન છે. જ્યારે અન્ય લોકોએ લખ્યું છે કે ઘણા બધા મગજવાળા લોકો છે.

Niraj Patel