બજારમાં તમે અલગ અલગ પ્રકારના વ્યક્તિઓને તમે ફૂડ અને શાકભાજી વેંચતા જોયા હશે, પરંતુ ક્યારેય કોઈ શિક્ષકને મોમોઝ વેંચતા જોયા છે ? જુઓ 1 કરોડથી પણ વધારે લોકોને ગમ્યો શિક્ષકનો અંદાજ
English teacher sold momos :સોશિયલ મીડિયામાં રોડ સાઈડ પર ફૂડ અને લારી લઈને સામાન વેંચતા ઘણા લોકોના વીડિયો વાયરલ થતા હોય છે. તમે શાક માર્કેટમાં જાવ ત્યારે પણ લોકો એવી રીતે બૂમો પાડીને ગ્રાહકોને આકર્ષતા હોય છે કે તેમને જોવાની પણ એક અલગ મજા હોય છે. તમે પેલા કાચા બદામ વાળા કાકા, અને તરબૂચ વેચનારના વીડિયો તો જોયા જ હશે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક અંગ્રેજીનાં પ્રોફેસર મોમોઝ વેચી રહ્યા છે.
અંગ્રેજી શિક્ષકે વેચ્યા મોમોઝ :
એક અંગ્રેજી પ્રોફેસર મોમોસના જાદુગર બન્યા. તમારા સામાન્ય “મોમો વાલે ભૈયા” થી વિપરીત આ વ્યક્તિનો સ્વભાવ અનોખો છે. તેનો મોમો વેચતો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. ટોક ઓફ ધ ટાઉન બની રહેલા વિડીયોમાં વિક્રેતા મોમોઝ સેટ કરતા જોવા મળે છે અને કહે છે, “ઘરે બનાવેલા મોમોઝ ટ્રાય કરો. તેનો સ્વાદ તમને ચોક્કસ ગમશે. આરોગ્યપ્રદ રીતે તૈયાર, એકવાર પ્રયાસ કરો. અને જમતાની સાથે જ તમને સ્વાદની સાથે ફિલિંગની પણ ખબર પડી જશે.
મોમોઝની આપી સમજ :
તે આગળ કહે છે કે મેં તમને કહ્યું તેમ, મેં લોટ વડે બહારનું પડ બનાવ્યું છે અને મોમોસનું શેલ ખૂબ જ પાતળું છે. તેમના શબ્દો માત્ર મનમોહક જ નહોતા, પરંતુ ભાષાના પ્રવાહે ઇન્ટરનેટને પણ પ્રભાવિત કર્યું હતું. રીલના કેપ્શનમાં લખ્યું છે, “અંગ્રેજી પ્રોફેસર બદામની ચટણી અને શેઝવાન ચટણી સાથે હોમમેઇડ મોમોઝ વેચે છે”. આ વીડિયોને પ્લેટફોર્મ પર 11.5 મિલિયન વ્યૂઝ મળ્યા છે. કોમેન્ટ સેક્શનમાં ઘણી ફની કોમેન્ટ્સ આવી રહી છે.
View this post on Instagram
લોકોએ કરી કોમેન્ટ :
એક યુઝરે લખ્યું કે, “ભાઈ મોમોઝ વિશે એવી રીતે બડાઈ કરી રહ્યા છે કે જાણે તેણે સુશી બનાવી હોય.”, અન્ય એક યુઝર્સે કહ્યું “વ્યાકરણ રૂપે તૈયાર મોમોઝ”, એક વ્યક્તિએ લખ્યું, “મોમોને રેટ કરી શકતો નથી કારણ કે મેં તેને અજમાવ્યો નથી પરંતુ પ્રયત્નો (ખાસ કરીને સ્વચ્છતા) માટે 101.” એક રમુજી ટિપ્પણી કરતા એક વ્યક્તિએ કહ્યું “ભાઈ પંજાબમાં IELTS ટ્યુશન ખોલી દો. તો એક વ્યક્તિએ કહ્યું, ““ઇતની અંગ્રેજી તો મેરે અંગ્રેજી કા શિક્ષક ભી નહીં બોલતે, મારા અંગ્રેજી શિક્ષક પણ ઇતની અંગ્રેજી નહીં બોલતે”, એક વ્યક્તિએ કહ્યું.