હાઇવે પર સ્ટંટ કરવો પડ્યો ભારે, ડિવાઇડર સાથે કાર અથડાયા બાદ ઉડી ગયા પરખચ્ચા ! કાચા-પોચા દિલ વાળા ના જોતા વીડિયો

હાઇવે પર ગાડીમાં સ્ટંટ કરવા લાગ્યો યુવક પછી એકદમ જ થઇ ગયો ભયાનક અકસ્માત, વીડિયો જોઇ રૂંવાડા ઊભા થઇ જશે

જ્યારે તમે ઘરથી બહાર ગાડી લઇને નીકળો છો, તો સૌથી પહેલા તમને રસ્તા સુરક્ષા નિયમો અંતર્ગત લાપરવાહી ના કરવાની સલાહ આપવામાં આવે છે. પરિવારમાંથી જો કોઇ પણ વ્યક્તિ બહાર જાય છે તો સૌથી પહેલા તેને ગાડી ઠીકથી ચલાવવાનું અને કોઇ પણ સ્ટંટબાજી નહિ કરવાનું કહેવામાં આવે છે. થોડી પણ લાપરવાહી માણસનો જીવ લઇ શકે છે. ઘણીવાર લોકોને રૈશ ડ્રાઇવિંગ પસંદ હોય છે.

તમે જોયુ હશે કે ઘણીવાર લોકો કાર ચલાવતા સીટ બેલ્ટ પહેરવાનું પણ પસંદ નથી કરતા. ત્યાં ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરવું પસંદ નથી કરતા. કારણ કે ઘણા યુવાઓની હેર સ્ટાઇલ અને ઘણી છોકરીઓના વાળ ખરાબ થઇ જાય છે. જો કે, હાલમાં એક વીડિયો સામે આવ્યો છે, જે જોઇ તમારી રુહ કંપી ઉઠશે. આ વાયરલ વીડિયો જોઇ તમે સ્ટંટ કરવાનું તો દૂર થોડી પણ લાપરવાહી કરવાનું ભૂલી જશો.

તમે કેટલાક એવા લોકોને રસ્તા પર જોયા હશે કે જે વાયરલ થવા માટે ક્યારેક બાઇક તો ક્યારેક કાર લઇ અજીબોગરીબ સ્ટંટ કરે છે. આ સ્ટંટબાજ સાથે સાથે આસપાસના લોકો માટે પણ જીવલેણ સાબિત થઇ શકે છે. રીલ્સ-શોર્ટ્સના ચક્કરમાં કેટલાક લોકો જાનલેવા સ્ટંટ કરે છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જે પંજાબના નવાંનશહેર નેશનલ હાઇવેનો જણાવવામાં આવી રહ્યો છે. અહીં નેશનલ હાઇવે પર એક યુવક કાર સાથે સ્ટંટ કરી રહ્યો હતો અને આ દરમિયાન જ તેજ કાર અનિયંત્રિત થઇ ડિવાઇડર સાથે ટકરાઇ અને કારના પરખચ્ચા ઉડી ગયા.

સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે કાર સાથે એક વ્યક્તિ સ્ટંટ કરી રહ્યો છે, તે ક્યારેક રસ્તા પર ડાબી બાજુ તો ક્યારેક જમણી બાજુ કાર ચલાવે છે. ત્યારે જ તેની કાર ડિવાઇડર સાથે ટકરાય છે અને ચકનાચૂર થઇ જાય છે. રસ્તા વચ્ચે કાર સાથે અજીબોગરીબ રીતે સ્ટંટ કરી રહેલા વ્યક્તિની શું હાલત થાય છે તે વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે.

Shah Jina