વધુ એક બોલીવુડ સેલિબ્રિટીનું થયું હતું નિધન, અંતિમ સંસ્કારમાં લોકો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા

બોલીવુડની ફિઝા ફિલ્મ યાદ છે? જેમાં હ્રિતિક રોશન અને કરિશ્મા કપૂરે રોલ નિભાવ્યો હતો. એ ફિલ્મના નિર્માતા પ્રદીપ ગુહા ગંભીર બીમારીને કારણે અવસાન થયું છે. આ પ્રોડ્યુસરને શુક્રવારે સવારે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

લગભગ ત્રણ અઠવાડિયા પહેલા તેમને અદ્યતન લીવર કેન્સર (સ્ટેજ 4) હોવાનું નિદાન થયું હતું. તેમને મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે પ્રદીપ ગુહા 9X મીડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપના ભૂતપૂર્વ પ્રમુખ હતા. તેમના અવસનથી બોલિવૂડ જગત શોકમાં છે.

સિનેમા જગતની જાણીતી હસ્તીઓઅ ટવીટ કરી તેમણે શ્રદ્ધાંજલિ આપ હતી.શુભાષ ઘાયએ લખ્યું કે “ગુડ બાય મારા મિત્ર #પ્રદીપ ગુહા. તમારા બધાના સાચા પ્રેમ અને સપોર્ટ માટે હું હંમેશા ઋણી રહીશ.” તેમજ દિગ્ગજ એક્ટર મનોજ વાજપાયીએ લખ્યું કે “મારા મિત્ર પ્રદીપ ગુહા વિશે સાંભળીને ખૂબ જ આઘાત લાગ્યો છે.”

ઉલ્લેખનીય છે કે ગુહાએ લગભગ ત્રણ દાયકા સુધી ટાઇમ્સ ગ્રુપ માટે કામ કર્યું હતું અને 80ના દાયકાના અંતથી ગ્રુપના વાઇસ ચેરમેન સમીર જૈનના નેતૃત્વમાં BCCLના અદભૂત ઉદય પાછળના મુખ્ય કાર્યકારી હતા. સુપ્રસિદ્ધ ટાઇમ્સ રિસ્પોન્સ ટીમને આકાર આપવામાં ગુહા અગ્રણી હતા, જેને કારણે દેશમાં મીડિયા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ગતિશીલતામાં પરિવર્તન આવ્યું હતું.

બોલીવુડની હિટ ફિલ્મ અભિનેત્રી લારા દત્તાએ તેમના નિધન પર શોક જતાવતાં ટ્વીટ કર્યું છે કે, મારા પ્યારા PG, તમે તો હંશાથી એવા રાજા હતા જે પોતાના જીવનમાં સફળ રહ્યો છે. અમે તમારા શાગિર્દ હંમેશા તમારી સ્તિ જીવીત રાખવામાટે પોતાની ઉજજવળ ચમક બનાવી રાખીએ તમે હંમેશા અમારા પર નજર રાખશો.

પછી વધુ એક અભિનેત્રી જે દિયા મિર્ઝાએ પણ લખ્યું છે કે, અમે તેમને હંમેશા પ્રેમથી પીજી કહીને બોલાવતા હતા. ૨૧ વરસથી હું તમને ઓળખતી હતી, તમે જલદી અમારાથી દૂર થઇ ગયા. અભિનેત્રી પૂનમ ઢિલ્લો પણ પ્રોડ્યુસર પ્રદીપના અંતિમ દર્શનમાં શામેલ થવા એમના ઘરે પહોંચી હતી અને ઘણી દુઃખી થઇ ગઈ હતી.

YC