પ્રિયંકા ચોપરાએ સમુદ્ર વચ્ચે વિદેશી પતિ નિક જોનસ સાથે સેલિબ્રેટ કર્યુ ન્યુ યર, શેર કરી રોમેન્ટિક તસવીરો

પ્રિયંકા ચોપરા એક એવી અભિનેત્રી છે, જે ભલે દેશની બહાર હોય પરંતુ હંમેશા હેડલાઈન્સમાં રહે છે. પ્રિયંકા ચોપરા માત્ર તેના કામ માટે જ જાણીતી નથી, આ સિવાય તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. પ્રિયંકા અવારનવાર પોતાના અને પતિ નિક જોનાસના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેની દરેક પોસ્ટ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના ચાહકો દરેક અપડેટ માટે આતુર હોય છે, તેથી તેઓ જાણવા માટે ઉત્સુક છે કે પ્રિયંકાનું નવું વર્ષ કેવું રહ્યું. પ્રિયંકાએ આ વર્ષની શરૂઆત તેના પતિ નિક જોનાસ સાથે કરી છે, પ્રિયંકાએ તેના નવા વર્ષની શરૂઆત નિક સાથે સમુદ્રની વચ્ચે બોટ પર ખાસ સમય વિતાવીને કરી હતી. પ્રિયંકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના નવા વર્ષની કેટલીક ઝલક શેર કરી છે, જેમાં તેણે નવા વર્ષમાં શું કર્યું તે જોવા મળી રહ્યુ છે. પ્રિયંકા ગમે તેટલી વ્યસ્ત હોય પણ તે પોતાના પતિ માટે સમય કાઢવાનું ભૂલતી નથી.

 

View this post on Instagram

 

A post shared by Spotboye (@spotboye_in)

તસવીરોમાં પ્રિયંકા સમુદ્રની વચ્ચે નિક સાથે સેલિબ્રેશનના મૂડમાં જોવા મળી રહી છે. પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરી છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે તેણે નિક જોનાસ સાથે રોમેન્ટિક અંદાજમાં નવા વર્ષનું સ્વાગત કર્યું છે. આ તસવીરોમાં પ્રિયંકા ચોપરા દરિયાની વચ્ચે બોટ પર જોવા મળી રહી છે. પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનાસ સાથે નવું વર્ષ ઉજવ્યું. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા. બંને સંપૂર્ણ વેકેશન મોડમાં જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by instafeed India (@instafeed24x7)

નવા વર્ષના વેકેશનમાં પ્રિયંકા ચોપરાનો ગ્લેમરસ અને હોટ લુક પણ જોવા મળ્યો હતો. આ તસવીરમાં પણ પ્રિયંકા ચોપરા સંપૂર્ણપણે પાર્ટી મોડમાં જોવા મળી રહી છે. તે હંમેશની જેમ ખૂબ જ સુંદર લાગી રહી છે. પ્રિયંકા ચોપરા તેની આગામી ફિલ્મ ‘ધ મેટ્રિક્સ રિસર્ક્શન’માં ખૂબ વ્યસ્ત હોવા છતાં આ તસવીરમાં પણ એકદમ હળવા મૂડમાં જોવા મળી રહી છે. પ્રિયંકા ચોપરાએ ડૂબતા સૂરજની તસવીર શેર કરી છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

તસવીરોમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ બંને કપલ ગોલ સેટ કરતા જોવા મળી રહ્યા છે.  પ્રથમ તસવીરમાં તે નિક સાથે તેની બાહોમાં જોવા મળી રહી છે. તેણે ગુલાબી રંગનુ ગાઉન પહેર્યુ છે જ્યારે નિક ફ્લોરલ પ્રિન્ટ શર્ટમાં છે. બીજી તસવીરમાં પ્રિયંકા બિકી પહેરીને સનબાથ લઈ રહી છે. તે બાદ પ્રિયંકા સેલ્ફી લઈ રહી છે અને નિક તેની બાજુમાં બેઠો છે. પ્રિયંકાએ ફોટાની સાથે લોકેશનમાં હેવન (સ્વર્ગ) લખ્યું છે. આ સાથે તેણે કેપ્શન આપ્યું – ‘મારા મિત્રો અને પરિવારનો ખૂબ આભાર. આ ઉજવણીનું જીવન છે. હેપ્પી ન્યૂ યર.’

આ પહેલા નવા વર્ષની અવસર પર નિક જોનાસે એક તસવીર પોસ્ટ કરી હતી. પ્રિયંકા તેને કિસ કરતી જોવા મળી હતી. નિકે કેપ્શનમાં લખ્યું- ‘મારું કાયમ નવા વર્ષની કિસ.’ પ્રિયંકા હાલમાં જ ફિલ્મ ‘ધ મેટ્રિક્સ’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે સતીનો રોલ કરી રહી છે. બોલિવૂડમાં તેની પાસે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’ છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ પણ સામેલ છે.

Shah Jina