પ્રિયંકા ચોપરાની ‘દેસી ગર્લ’ અવતારમાં વાપસી, ટ્રાંસપરન્ટ બ્લેક સાડીમાં આપ્યા હોટ પોઝ- તસવીરો જોઇ ચાહકોના દિલની વધી ધડકન

દેશી ગર્લ પ્રિયંકા ચોપરાની ટ્રાંસપરન્ટ બ્લેક સાડીમાં એવું હોટ બ્લાઉઝ પહેર્યું કે આંખો ફફડી જશે, જુઓ તસવીરો

બોલિવુડથી લઇને હોલિવુડ સુધી પોતાની એક્ટિંગનો ઝંડો લહેરાવનાર એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જ્યાં પણ જાય છે ત્યાં લોકોનું ધ્યાન ખેંચવામાં કામયાબ રહે છે. પ્રિયંકા ચોપડા હાલમાં જ મશહૂર ફેશન ડિઝાઇનર સબ્યસાચી મુખર્જીના ઇવેન્ટમાં પહોંચી હતી. પ્રિયંકા ચોપરાએ સ્ટ્રેપલેસ બ્લાઉઝ સાથે બ્લેક ટ્રાન્સપરન્ટ સાડી પહેરી હતી.

પ્રિયંકા ચોપરાની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતા જ વાયરલ થઇ ગઇ. પ્રિયંકાની તસવીરો જોઈને ચાહકો પણ તેના પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. પ્રિયંકા જ્યાં પણ જાય છે, પૂરી મહેફિલ તે પોતાના નામ પર કરી લે છે. હાલમાં પણ તેણે આવું જ કંઇક કર્યુ. પ્રિયંકાએ તાજેતરમાં જ યુએસમાં સબ્યસાચી મુખર્જીના કાર્યક્રમમાં હાજરી આપી હતી.

પ્રિયંકા ચોપરાએ સબ્યસાજી મુખર્જી અને અન્ય હસ્તીઓ સાથે પોઝ પણ આપ્યો હતો. ત્યારે આ દરમિયાન પ્રિયંકા ચોપરાની અલગ સ્ટાઈલ પર બધાની નજર અટકી ગઇ હતી. પ્રિયંકા ચોપરાએ યુએસમાં યોજાયેલી ઈવેન્ટ દરમિયાન બ્લેક ટ્રાન્સપરન્ટ સાડી પહેરી હતી અને આ સાથે તેણે સ્ટ્રેપલેસ બ્લાઉઝ કેરી કર્યું હતું.

પ્રિયંકાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. સાડી લુક સાથે પ્રિયંકાએ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા, જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા. પ્રિયંકાએ સબ્યસાચીની ઇવેન્ટમાં પોતાના હોટ અને દેસી લુકથી ગ્લેમર ઉમેર્યું હતુ. જણાવી દઇએ કે, પ્રિયંકા ચોપરા માત્ર બોલિવૂડ જ નહિ પણ હોલીવુડમાં પણ કામ કરી રહી છે.

પ્રિયંકા હોલીવુડમાં ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. પર્સનલ લાઇફની વાત કરીએ તો, તેણે 2018માં હોલિવૂડ સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. પ્રિયંકા અને નિક 2022માં સરોગસી દ્વારા પુત્રી માલતી મેરી ચોપરા જોનાસના પેરેન્ટ્સ બન્યા હતા.

Shah Jina