મનોરંજન

પ્રિયંકા ચોપડાનું રેડ ગાઉનમાં જોવા મળ્યુ હોલિવુડ ટશન, જુઓ તસવીરો

શુ થઇ ગયુ છે પ્રિયંકા ચોપડાને ? ઉપરથી નીચે લાલ રંગમાં જોવા મળી

પ્રિયંકા ચોપડાએ માત્ર બોલિવુડમાં જ નહિ પરંતુ હોલિવુડમાં પણ ઘણુ નામ કમાવ્યુ છે. આ દિવસોમાં તે તેની બાયોગ્રાફીને લઇને ઘણી ચર્ચામાં છે. તેમજ તે તેના નવા રેસ્ટોરન્ટને લઇને પણ ચર્ચામાં છે.

હાલમાં જ પ્રિયંકાની કેટલીક તસવીરો ખૂબ જ વાયરલ થઇ રહી છે. જેમાં તે રેડ કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. પ્રિયંકા ચોપડાએ આ ફોટોશૂટ તેના પતિ નિક જોનસના લેેટેસ્ટ આલ્બમ “Spaceman”ના પ્રમોશન માટે કરાવ્યુ છે.

પ્રિયંકા આ દિવસોમાં તેના પતિ નિક જોનસના આલ્બમના પ્રચારમાં જોરશોરથી લાગેલી છે. પ્રિયંકા ચોપડા ઘણીવાર બોલ્ડ ફોટોશૂટમાં જોવા મળે છે. આ વખતે તે પતિ નિક જોનસના મ્યુઝિક આલ્બમ માટે તે આ આઉટફિટમાં જોવા મળી હતી. પોતાના આઉટફિટને લઇને હંમેશા ચર્ચામાં રહેનારી પ્રિયંકા ચોપડા એકવાર ફરી સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આ વખતે તે ઉપરથી નીચે સુધી લાલ રંગના ડ્રેસમાં જોવા મળી હતી.

પ્રિયંકાનો આ બોડીસૂટ મશહૂર ફેશન લેબલ બૈલેંસિયાગાનો છે. જેને પ્રિયંકા પહેલા કિમ કાદર્શિયન હેલોવિન પાર્ટી માટે પહેરી ચૂકી છે. પ્રિયંકાએ આ ફોટોશૂટની તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

પ્રિયંકાનું આ ફોટોશૂટ થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયુ છે. ચાહકો આ તસવીરોની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. પ્રિયંકા આ તસવીરોમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

તમને જણાવી દઇએ કે, તે છેલ્લા દિવસોમાં ટ્રાન્સપરન્ટ ડ્રેસ અને હાઇ હીલમાં વોલીબોલ વાળી તસવીર પર ટ્રોલ થયા બાદ તે ફરી તેની તસવીરને કારણે ચર્ચામાં છે.