“તારક મહેતા”ની રીટા રીપોર્ટરે કરાવ્યુ સમુદ્રની વચ્ચે ખૂબ જ સૌથી બોલ્ડ ફોટોશૂટ, વ્હાઇટ લુકમાં જોવા મળ્યો હોટ અવતાર

નાના પડદા પર અત્યાર સુધી ઘણા કોમેડી શો આવી ચુક્યા છે, પરંતુ આજ સુધી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને કોઈ માત આપી શક્યું નથી. આ જ કારણ છે કે છેલ્લા 14 વર્ષથી આ શો દરેકની પહેલી પસંદ બની રહ્યો છે. આ શોમાં દરેક કલાકાર પોતાનામાં ખાસ છે. ત્યાં શોમાં ઘણા એવા પાત્રો છે જે વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ છે. આવુ જ એક પાત્ર છે રીટા રિપોર્ટરનું. જે વાસ્તવિક જીવનમાં ખૂબ જ હોટ અને ગોર્જિયસ છે. રીટા રિપોર્ટર એટલે કે પ્રિયા આહુજાની લેટેસ્ટ તસવીરો તેનો પુરાવો છે. આ શોમાં અભિનેત્રી પ્રિયા આહુજાએ રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવી હતી.

આજે ભલે પ્રિયા આ શોનો ભાગ નથી, પરંતુ તેમ છતાં દર્શકો તેને ખૂબ પસંદ કરે છે અને તેની દરેક પોસ્ટને ખૂબ પસંદ કરે છે. આ દરમિયાન પ્રિયાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. તેણે સમુદ્રની વચ્ચે બોટ પર કેટલાક બોલ્ડ પોઝ આપ્યા છે. રીટા રિપોર્ટર એટલે કે પ્રિયા આહુજાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

તસવીરોમાં તમે જોઈ શકો છો કે પ્રિયાએ સફેદ રંગનું શોર્ટ ટોપ અને શોર્ટ્સ પહેર્યા છે. પ્રિયાનો લાઇટ મેકઅપ તેના દેખાવને વધુ સુંદર બનાવી રહ્યો છે. આ સાથે જ તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે બ્લેક બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસની આ તસવીરો ફેન્સને ઘણી પસંદ આવી રહી છે.

પ્રિયાની આ તસવીરો પર ફેન્સ હોટ, ફાયર એન્ડ હાર્ટ, બ્યુટીફુલ જેવી કોમેન્ટ કરતા જોવા મળે છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું, ‘મેડમ, તમે આ ઠંડા વાતાવરણમાં આગ લગાવી દીધી.’ તો એકે લખ્યું, ‘મારી પ્રિયા દીદી.’ એક લખે છે, ‘વાહ રીટા રિપોર્ટર.’

પ્રિયા આહુજા અસલ જીવનમાં ખૂબ જ બોલ્ડ અને બિંદાસ છે. પ્રિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. પ્રિયા આહુજાએ હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યુ છે. જેમાં તેનો સુપર બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.

પ્રિયા ઘણીવાર તેની શાનદાર તસવીરો શેર કરતી રહે છે. ચાહકો પણ તેની તસવીરોને ઘણી પસંદ કરે છે.માલવ રાજદા અને પ્રિયા આહુજા બંને એક બાળકના માતા પિતા પણ છે. તે બંને ફેમેલી ટાઈમ પણ ખુબ જ એન્જોય કરે છે. પ્રિયા અને માલવનું તારક મહેતાની સ્ટાર કાસ્ટ સાથે પણ ખુબ જ સારું બોન્ડિંગ છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી પ્રિયા આહુજા અને માલવ રાજદાએ તેમની 10મી વર્ષગાંઠ પર ફરીવાર લગ્ન કર્યા હતા. આ દંપતીએ સંગીત, મહેંદી સહિત લગ્નના ફંક્શન કર્યા હતા. આ કાર્યક્રમમાં તારક મહેતાની આખી ટીમ પરિવાર અને મિત્રો સાથે હાજર હતી. ઈવેન્ટમાં ઈન્ડસ્ટ્રીના ઘણા કલાકારો હાજર રહ્યા હતા.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોની ફેમસ અભિનેત્રી પ્રિયા આહુજા અને શોના ડાયરેક્ટર માલવ રાજદાએ 10મી વેડિંગ એનિવર્સરી પર ફરીથી લગ્ન કર્યા હતા. 19 નવેમ્બરે પ્રિયા અને માલવની 10મી વેડિંગ એનિવર્સરી હતી. પ્રિયા અને માલવે બધા જ રિવાજો સાથે ફરીથી લગ્ન કર્યા હતા. મહેંદી, સંગીત અને લગ્ન મુંબઈની એક હોટેલમાં યોજાયા હતા. માલવ-પ્રિયાના લગ્નમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આખી ટીમ ઉપરાંત પરિવારજનો અને મિત્રો હાજર રહ્યા હતા.

પ્રિયા સાથેની પોતાની રિલેશનશીપ વિશે વાત કરતાં માલવે ઈટાઈમ્સ મીડિયાને જણાવ્યું હતું કે, “અમારા મેરેજના 10 વર્ષમાં અમારી મિત્રતામાં ખાસ પરિવર્તન આવ્યું નથી. અમે બંને અત્યારે પણ બેસ્ટફ્રેન્ડ છીએ. પ્રિયા મારા માટે પઝેસિવ નથી કે ક્યારેય મારા પ્રેમ પર શંકા નથી કરતી. અમારું કામ એવું છે કે ઘણાં કલાકો માગી લે છે અને આ બાબત કોઈપણ સંબંધને હલાવી નાખવા પૂરતી છે. પરંતુ મને લાગે છે કે જે રીતે અમે એકબીજાની મજાક કરી છીએ અને વાત કરીએ છે તે જ અમારા લગ્નજીવનનો શ્રેષ્ઠ ભાગ છે.”

Shah Jina