શાહરૂખ ખાનને મળી દીવાની થઇ DC ખેલાડી પૃથ્વી શોની રૂમર્ડ ગર્લફ્રેન્ડ નિધિ, શાહરૂખ સાથે ફેન મોમેન્ટ થઇ વાયરલ

કોણ છે દિલ્લી કેપિટલ્સ પ્લેયર પૃથ્વી શોની રૂમર્ડ ગર્લફ્રેન્ડ નિધિ તપાડિયા, જેની શાહરૂખ ખાન સાથે ફેન મોમેન્ટ થઇ વાયરલ

શાહરુખ ખાને IPL 2024માં તેની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને સપોર્ટ કરવામાં કોઈ કસર છોડી નથી. ભાગ્યે જ KKRની એવી કોઈ મેચ હશે જે શાહરૂખ ખાને મિસ કરી હશે. આવી સ્થિતિમાં ક્રિકેટના મેદાનમાંથી શાહરૂખના ઘણા વીડિયો વાયરલ થાય છે, જેને જોઈને ચાહકો પણ ખુશ થઈ જાય છે. ક્રિકેટરોની ફેમિલી અથવા ફ્રેન્ડ્સ જ્યારે મેચ જોવા સ્ટેડિયમ પહોંચે છે, ત્યારે તેઓ કિંગ ખાનને મળવાની કોઈ તક છોડતા નથી,

તાજેતરમાં જ દિલ્હી કેપિટલ્સના પ્લેયર પૃથ્વી શોની ગર્લફ્રેન્ડ નિધિ તપાડિયાનો આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેની શાહરૂખ સાથેની ફેન મોમેન્ટ વાયરલ થઇ રહી છે. આ વીડિયો વાયરલ થયા બાદથી લોકો પૃથ્વી શોની રૂમર્ડ ગર્લફ્રેન્ડ નિધિ વિશે જાણવા માંગે છે.નિધિ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની મેચ દરમિયાન શાહરૂખ ખાનને મળી હતી અને આ દરમિયાનનો વીડિયો તેણે પોતે શેર કર્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે.

ક્લિપમાં કિંગ ખાન તેને ગળે લગાવતો જોઈ શકાય છે. શાહરૂખ અને નિધિ બંને વાતો કરતા પણ જોઇ શકાય છે. આ વીડિયો શેર કરતા નિધિએ કેપ્શનમાં લખ્યુ મેં અગર કહુ, તુમસા હસી કાયનાત મેં નહિ હે કોઇ.. આ સાથે તેણે હાર્ટ ઇમોજી પણ શેર કર્યુ હતુ. જણાવી દઇએ કે, ક્રિકેટર પૃથ્વી શૉ અને નિધિના અફેરના સમાચાર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. 29 એપ્રિલના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ જોવા નિધિ પણ ઈડન ગાર્ડન પહોંચી હતી.

આ દરમિયાન તે શાહરૂખ ખાનને મળી અને ફેન મોમેન્ટ એન્જોય કરી. જો કે, આ વીડિયો જોયા બાદ યૂઝર્સ ક્રિકેટર વિશે ફની કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “પૃથ્વી શોની કૃપા છે બસ”. અન્ય એક યુઝરે લખ્યું, પૃથ્વીભાઈ, આ બધું શું થઈ રહ્યું છે? બીજા એક યુઝરે લખ્યું, “તમે માત્ર દિલ્હી કેપિટલને સપોર્ટ કરવા ગયા હતા, બરાબર ને ?” જો કે, કેટલાક યુઝર્સ નિધિ અને શાહરૂખ ખાનની આ રીલને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Previous Article

CSK ખેલાડીઓએ સેલિબ્રેટ કર્યો બેટ ડોક્ટરનો બર્થ ડે, ધોનીએ પોતાના હાથે ખવડાવી કેક- જુઓ વીડિયો

Next Article

Startups to Watch in 2024: Tech Innovations on the Rise

error: Protected Content!