રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે પતિથી અલગ થઇ આ ગોરી મેમ, જાણો વિગત

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો યુક્રેન છોડી અને બીજે આશરો લઇ રહ્યા છે. આ દરમિયાન ઘણી દર્દનાક તસવીરો અને ઘટનાઓ પણ સામે આવી છે. ક્યાંક પરિવારો વિખૂટા પડી રહ્યા છે તો ક્યાંક જીવ બચાવવો મુશ્કેલ બની રહ્યો છે. દરરોજ કોઈને કોઈ એવા સમાચાર સામે આવે છે, જે સાંભળીને હૃદય હચમચી જાય છે.એક ગર્ભવતી યુક્રેનિયન મહિલાની વાર્તા પણ આવી જ છે. એક ગર્ભવતી યુક્રેનિયન મહિલા પોલેન્ડના વોર્સોમાં એક કેમ્પમાં રહે છે.

વાતચીત દરમિયાન સાશા નામની આ મહિલાએ જણાવ્યું કે તેનો પતિ ભારતીય છે અને દિલ્હીમાં છે. ગયા વર્ષે જ તેમના લગ્ન થયા હતા. તે ત્રણ મહિના પહેલા દિલ્હીથી યુક્રેનમાં તેના ઘરે આવી હતી. હવે ગર્ભવતી મહિલાએ અપીલ કરી છે કે ભારત સરકાર તેની મદદ કરે. તે તેના પતિ સાથે દિલ્હી જવા માંગે છે. હાલમાં, તેને આવી કોઈ મદદ મળી રહી નથી.

પોલેન્ડના વોર્સોમાં રેફ્યુજી કેમ્પનો જાયજો ઝી મીડિયાએ લીધો ત્યાં તમામા લોકો એવા મળ્યા જે દિલ ખોલીને એકબીજાની મદદ કરતા દેખાયા, કોઇ ખાવાનું તો કોઇ રહેવાની જગ્યા અને કોઇ દવા કે કોઇ અન્ય રીતે ઉપલબ્ધ કરાવી રહ્યા છે. આ રેફ્યુજી કેમ્પમાં એક યુક્રેની મહિલા સાથે મુલાકાત થઇ અને તેનો પતિ ભારતીય છે અને તે દિલ્લીમાં રહે છે.

મહિલા પ્રેગ્નેટ છે અને તે ઝી મીડિયાના માધ્યમથી ભારત સરકારને અપીલ કરી રહી છે તેને તેના પતિ પાસે દિલ્લી મોકલવામાં આવે. ભારતીય નાગરિકથી યુક્રેની મહિલાની લગ્નની તસવીરો પણ સામે આવી. જેમાં યુવક યુક્રેની મહિલાને મંગળસૂત્ર પહેરાવતો જોવા મળી રહ્યો છે. તેમના લગ્ન હિંદુ રીતિ-રિવાજ અનુસાર થયા હતા.

Shah Jina