મહેંદી સેરેમનીમાં પ્રતીક-પ્રિયાએ કર્યુ Liplock, લાલ જોડામાં જીત્યુ ચાહકોનું દિલ… સામે આવ્યા ખૂબસુરત Photos
લાલ લહેંગો અને માથા પર બિંદી…મહેંદી સેરેમનીમાં ખૂબસુરત લાગી પ્રિયા બેનર્જી, પ્રતીક બબ્બર સાથે કર્યુ લિપલોક
રાજ બબ્બર અને સ્મિતા પાટિલનો પુત્ર પ્રતીક બબ્બર હાલમાં જ અભિનેત્રી પ્રિયા બેનર્જી સાથે 14 ફેબ્રુઆરીએ એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્નના બંધનમાં બંધાયો છે. બંનેએ લગ્નની તસવીરો શેર કરીને ચાહકોને તેમના ખાસ દિવસની ઝલક આપી હતી. ત્યારે હવે કપલે તેમની મહેંદી સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
આ તસવીરોમાં કપલ લાલ આઉટફિટમાં જોવા મળે છે. બંને ખૂબ જ ક્યૂટ દેખાઈ રહ્યા છે, મહેંદી સેરેમનીમાં પ્રિયાએ રેડ સ્લીવલેસ ટોપ સાથે મેચિંગ લહેંગો પહેર્યો હતો. આ સાથે તેણે મેચિંગ દુપટ્ટો પણ પહેર્યો હતો. પ્રિયાએ હેવી ઇયરિંગ્સ અને માંગ ટીકો પણ આ લુક સાથે કેરી કર્યો હતો અને વાળને ચોટીમાં કેરી કર્યા હતા. આ સાથે તેણે કપાળ પર લાલ બિંદી પણ લગાવી હતાી.
પ્રતિકની વાત કરીએ તો તેણે રેડ થ્રી-પીસ શેરવાની પહેરી હતી. તે આ લુકમાં તેની દુલ્હનથી કમ સુંદર નહોતો લાગતો. મહેંદી સેરેમનીની શેર કરેલી તસવીરોમાં પ્રિયા તેના હાથ પર મહેંદી લગાવતી જોઈ શકાય છે. એક ફોટોમાં પ્રિયા તેના બંને હાથ પર પિયાના નામની મહેંદી લગાવતી જોવા મળી હતી.
પ્રિયાએ તેના લગ્ન માટે મિનિમલ મહેંદી ડિઝાઈન પસંદ કરી હતી, ઘણા ફોટામાં પ્રિયા અને પ્રતિક એકબીજા સાથે કોઝી થતા જોવા મળ્યા હતા. બંનેએ લિપ-લૉક વાળી તસવીર પણ શેર કરી છે. લગ્નની વાત કરીએ તો, શેર કરાયેલી તસવીરોમાં ન્યુલી મેરિડ કપલ એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા.
આ લગ્ન એક સાદા મહારાષ્ટ્રીયન લગ્ન હતા જેમાં અમુક પસંદગીના લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્નના ખાસ દિવસે પ્રિયાએ હળવા ક્રીમ રંગના લહેંગા પર ગોલ્ડન કામદાર લહેંગા ચોલી પહેરી હતી. આ સાથે ગળામાં મોતી અને ગ્રીન રંગના પથ્થરનો ચોકર હાર અને કાનમાં બુટ્ટી પહેરી હતી.
તેના લુકને પૂર્ણ કરવા માટે, પ્રિયાએ તેના વાળને બનમાં બાંધ્યા અને માંગટિકા સાથે સિમ્પલ મેકઅપ લુક કર્યો. આ પ્રસંગે પ્રતીકે ક્રીમ શેરવાની અને એ જ રંગની પાઘડી પહેરી હતી. જણાવી દઈએ કે, પ્રતીક બબ્બરના આ બીજા લગ્ન છે. તેના પહેલા લગ્ન સાન્યા સાગર સાથે થયા હતા.