નિમરત કૌરે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી, ભગવા સૂટ અને ગળામાં રૂદ્રાક્ષની માળા સાથેની તસવીરો આવી સામે

મહાકુંભ પહોંચેલી નિમરત કૌરે સંગમમાં લગાવી ડૂબકી, કહ્યુ- સિખ પરિવારથી આવુ છુ પણ આ અનુભવ…

ગળામાં રૂદ્રાક્ષ અને ભગવા સૂટમાં નિમરત કૌર પહોંચી મહાકુંભ, સંગમમાં કર્યુ પવિત્ર સ્નાન- જુઓ તસવીરો

144 વર્ષ પછી આયોજિત મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે દરરોજ દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. ઘણા સેલેબ્સ પણ પ્રયાગરાજ પહોંચ્યા અને ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું. હવે અભિનેત્રી નિમરત કૌર પણ આ યાદીમાં સામેલ થઇ ગઈ છે.

નિમરતે વીડિયો અને તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી લખ્યું કે આ અનુભવને શબ્દોમાં વર્ણવી શકાય નહીં. નિમરત કૌરે મહાકુંભમાં શ્રદ્ધાપૂર્વક ડૂબકી લગાવતી તસવીરો અને વીડિયો શેર કર્યા છે. આ દરમિયાન નિમરત ગંગામાં ડૂબકી લગાવતી વખતે પાણી અર્પણ કરતી જોવા મળી હતી. આ દરમિયાન નિમરત કૌર ગળામાં રુદ્રાક્ષની માળા અને ભગવા સૂટમાં જોવા મળી.

પવિત્ર સ્નાન દરમિયાન નિમરત મંત્રોનો જાપ પણ કરતી જોવા મળી હતી. આ તસવીરમાં નિમરત કૌર ગંગા ફૂલો અર્પણ કરતી પણ જોવા મળી હતી. નિમરત કૌરે ગંગા મૈયાને દૂધ પણ અર્પણ કર્યું હતું. અભિનેત્રીએ આ તસવીરો સાથે એક લાંબુ કેપ્શન લખ્યું- “હું આ અનુભવને શબ્દોમાં વર્ણવી શકતી નથી…

કારણ કે હું એ અનુભવને આત્મસાત કરી રહી છું જેમાં ભાગ લેવાનું મને સૌભાગ્ય મળ્યું. એક શીખ પરિવારમાં ઉછર્યા પછી, કુંભ મેળામાં સ્નાનનું મહત્વ એક સંપૂર્ણપણે નવો ખ્યાલ છે. મહાકુંભની અનોખી ઐતિહાસિક ઘટનાએ ખરેખર મને આ મંત્રમુગ્ધ કરનાર ઉત્સવની પૌરાણિક કથાઓ અને ઇતિહાસમાં ઊંડા ઉતરવા માટે મજબૂર કરી દીધી.

આ વર્ષે માનવતાના મહાસાગરના મિલનની ઉજવણી કરવામાં આવી, જે આપણી નશ્વર આંખો અત્યાર સુધીની સૌથી મોટી સાક્ષી બનશે, હું શ્રદ્ધા અને ભક્તિથી ખૂબ જ આશ્ચર્યચકિત છું જેણે તમામ ઉંમરના અને પૃષ્ઠભૂમિના લોકોને અહીં પગ મૂકવા માટે પ્રેરણા આપી છે.” નિમ્રતે આ વિશાળ મેળાના આયોજન માટે યુપી પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રના પ્રયાસોની પણ પ્રશંસા કરી.

 

View this post on Instagram

 

A post shared by Nimrat Kaur (@nimratofficial)

Shah Jina
error: Unable To Copy Protected Content!