યૂટયૂબર અરમાન મલિકની બંને પત્નીઓ એકસાથે થઇ પ્રેગ્નેટ, બીજી પત્નીએ પોતે જણાવી આખી વાત

બિગ બોસ ઓટીટી 3માં આવેલ યુટ્યુબર્સ અરમાન મલિક, પાયલ મલિક અને કૃતિકા મલિક વિશે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થાય છે. દરેક વ્યક્તિ આ ત્રણેય વિશે જાણવા માંગે છે. જ્યારે યૂટયૂબરની બંને પત્ની એકસાથે પ્રેગ્નેટ થઇ ત્યારે ઘણો હોબાળો મચી ગયો હતો અને લોકોએ ત્રણેયને ટ્રોલ પણ કર્યા હતા. ત્યારે પાયલ અને કૃતિકા જણાવે છે કે કેવી રીતે બંને એક જ સમયે માતા બની.

કૃતિકાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યુ કે પાયલ નેચરલી પ્રેગ્નેટ નહોતી થઈ શકતી, જ્યારે તેનો પહેલો દીકરો ચીકુ જન્મ્યો ત્યારે તેની પાસે ફક્ત એક જ ટ્યૂબ હતી. સામાન્ય રીતે સ્ત્રીઓમાં બે ફેલોપિયન ટ્યુબ હોય છે, પરંતુ પાયલને ફક્ત એક જ હતી. જ્યારે પાયલે બીજા બાળક માટે પ્રયાસ કર્યો ત્યારે ડોક્ટરોએ ના પાડી દીધી કારણ કે તે એક જ ટ્યુબથી ફરીથી ગર્ભવતી નહોતી થઈ શકતી. ત્યારબાદ પાયલે IVF ટ્રાય કર્યુ. પરંતુ પહેલી વાર તે સક્સેસફુલ ના રહ્યુ.

બીજી બાજુ બાળકનું આયોજન કરતી કૃતિકા નેચરલી પ્રેગ્નેટ થઇ ગઇ. આ પછી તેણે અને અરમાને પાયલને બીજી વાર IVF અજમાવવાનું કહ્યુ અને એક જ મહિનામાં પાયલને પોઝિટિવ રિઝલ્ટ મળ્યુ. બંનેની ગર્ભાવસ્થા વચ્ચે ફક્ત એક જ મહિનો હતો. ત્યારબાદ પાયલ બે બાળકો, અયાન અને તૂબાને જન્મ આપ્યો જ્યારે કૃતિકાએ દીકરા ઝૈદને જન્મ આપ્યો.

જણાવી દઈએ કે પાયલે જણાવ્યું હતું કે કેવી રીતે એક દિવસ અરમાન તેની પાસે આવ્યો અને તેને કહ્યું કે તે કૃતિકા સાથે લગ્ન કરવા માંગે છે. પાયલને પહેલા લાગ્યું કે તે મજાક કરી રહ્યો છે, પણ પછી તેને ખબર પડી કે અરમાન સાચું કહી રહ્યો છે. આ પછી પાયલે પોતે જ બંનેના લગ્ન કરાવી દીધા, પરંતુ અચાનક તેમને સાથે જોઈને તેને દુઃખ થયું અને તે તેમને છોડીને ચાલી ગઈ. આ પછી તેમની વચ્ચે બધું બરાબર થઈ ગયું અને પછી ત્રણેય સાથે રહેવા લાગ્યા.

Shah Jina
error: Unable To Copy Protected Content!