કેટલી સંપત્તિના માલિક છે દિલ્હીના નવા CM રેખા ગુપ્તા ? જાણો પતિના બિઝનેસ સહિત બધુ…

રેખા ગુપ્તા કેટલી સંપત્તિના માલકિન જે બન્યા દિલ્હીના નવા CM, પતિનો શું છે બિઝનેસ ?

રેખા ગુપ્તા પાસે કેટલી સંપત્તિ-કેટલુ એજ્યુકેશન ? જાણો દિલ્હીના નવા CM વિશે બધુ…

લાંબા સસ્પેન્સ બાદ દિલ્હીને નવા મુખ્યમંત્રી મળ્યા. રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી છે. રેખા ગુપ્તાએ 20 ફેબ્રુઆરીએ ઐતિહાસિક રામલીલા મેદાનમાં દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. બુધવારે ધારાસભ્યોની બેઠકમાં રેખા ગુપ્તાને બીજેપી વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. 50 વર્ષિય રેખા ગુપ્તા શાલીમાર બાગથી પહેલીવાર ધારાસભ્ય બન્યા છે.

રેખા ગુપ્તા RSS અને ABVP સાથે સંકળાયેલા છે, તેમણે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના સાથે મુલાકાત કરીને નવી સરકારનો દાવો પેશ કર્યો હતો. આ પછી એલજીએ પણ નવી સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું. દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપ ફરી સત્તા પર આવી છે. આ રીતે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીની 10 વર્ષની સરકારનો અંત આવ્યો. રેખા ગુપ્તા દિલ્હીના ચોથી મહિલા મુખ્યમંત્રી બન્યા છે.

રેખા ગુપ્તા DU એટલે કે દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (DUSU) અને મ્યુનિસિપલ કાઉન્સિલર રહી ચૂક્યા છે. સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત અને આતિશી બાદ રેખા ગુપ્તા દિલ્હીના ચોથી મહિલા મુખ્યમંત્રી છે. રેખા ગુપ્તાના નેતૃત્વમાં નવી ભાજપ સરકારનો શપથ ગ્રહણ સમારોહ બપોરે રામલીલા મેદાનમાં યોજાયો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા.

મદન લાલ ખુરાના, સાહિબ સિંહ વર્મા અને સુષ્મા સ્વરાજ બાદ હવે રેખા વર્મા દિલ્હીની કમાન સંભાળશે. ખાસ વાત એ છે કે રેખા ગુપ્તા બીજેપી શાસિત કોઈપણ રાજ્યમાં એકમાત્ર મહિલા મુખ્યમંત્રી હશે. તે વૈશ્ય સમુદાય (સામાન્ય જાતિ) થી છે. તે વ્યવસાયે વકીલ છે, રેખા ગુપ્તાના લગ્ન મનીષ ગુપ્તા સાથે થયા છે. તેમને બે બાળકો છે, એક પુત્ર અને એક પુત્રી.

રેખા ગુપ્તાના ચૂંટણી એફિડેવિટ મુજબ, તેમની આવક 6.92 લાખ રૂપિયા છે. 2023-24ના આવકવેરા રિટર્ન ફાઇલિંગ મુજબ તેમના પતિની આવક રૂ. 97.5 લાખ હતી. રેખા ગુપ્તાની સ્થાવર મિલકતનું મૂલ્ય રૂ. 2,30,00,000 છે અને તેમના પતિની રૂ. 30,00,000 છે. રેખા ગુપ્તાની લોન સહિત રૂ. 48,44,685ની જવાબદારીઓ છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!