પ્લીઝ હેલ્પ…! USથી ડિપોર્ટ કરાયેલા પ્રવાસી પનામા હોટલમાં બંધ, બારીમાંથી લગાવી મદદની ગુહાર

ટ્રમ્પે દેશમાંથી ભગાવ્યા, હવે પનામાની હોટલમાં કેદ ભારતીય સમેત 300 લોકો, બારીમાંથી માગી રહ્યા છે મદદ

પનામાની હોટલમાં બંધ USથી ડિપોર્ટ કરાયેલ પ્રવાસી ! બારીમાંથી પ્લેકાર્ડ બતાવી કરી રહ્યા છે મદદની અપીલ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા દેશનિકાલનો સામનો કરી રહેલા લગભગ 300 સ્થળાંતરીઓને મધ્ય અમેરિકન દેશ પનામાની એક હોટલમાં અસ્થાયી રૂપે અટકાયતમાં રાખવામાં આવ્યા છે. જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય અધિકારીઓ તેમની દેશમાં પાછા ફરવાની વ્યવસ્થા નહીં કરે ત્યાં સુધી આ સ્થળાંતર કરનારાઓ માટે પાછા ફરવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવશે નહીં. હવે, બારીઓમાંથી મદદ માંગતા આ સ્થળાંતર કરનારાઓની તસવીરો સામે આવી રહી છે.

અધિકારીઓના મતે અટકાયતમાં લેવાયેલા 40 ટકાથી વધુ સ્થળાંતર કરનારાઓ તેમના દેશમાં પાછા ફરવા માંગતા નથી. હોટલમાં ફસાયેલા આ રહેવાસીઓ બારીમાં પ્લેકાર્ડ લઈને ઉભા છે. જેમાં લખેલું છે, ‘પ્લીઝ હેલ્પ.’ ‘અમે અમારા દેશમાં સુરક્ષિત નથી’. જણાવી દઈએ કે આ સ્થળાંતર કરનારાઓ 10 એશિયન દેશો- ભારત, નેપાળ, ઈરાન, અફઘાનિસ્તાન, શ્રીલંકા, નેપાળ અને ચીનના છે. અમેરિકા માટે આ ઇમિગ્રન્ટ્સને સીધા આ દેશોમાં દેશનિકાલ કરવું મુશ્કેલ છે.

આવી સ્થિતિમાં પનામાનો ઉપયોગ ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે થઈ રહ્યો છે. પનામાના સુરક્ષા મંત્રીના જણાવ્યા અનુસાર, આ સ્થળાંતર કરનારાઓને ખોરાક અને તબીબી સંભાળ સહિતની મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ સમગ્ર વ્યવસ્થા અમેરિકા અને પનામા વચ્ચેના કરાર હેઠળ કરવામાં આવી રહી છે. આ સમગ્ર કામગીરીનો ખર્ચ અમેરિકા ઉઠાવી રહ્યું છે. 13 ફેબ્રુઆરી 2025ના રોજ પનામાના રાષ્ટ્રપતિ દ્વારા દેશનિકાલ ફ્લાઇટના આગમનની જાહેરાત કરવામાં આવી હતી.

માનવાધિકાર સંગઠનોએ સ્થળાંતર કરનારાઓ સાથે કેદીઓ જેવો વ્યવહાર કરવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. બારીઓમાંથી મદદ માંગતા કેટલાક સ્થળાંતર કરનારાઓના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ અંગે સુરક્ષા મંત્રીએ કહ્યુ કે- આ લોકો કેદમાં નથી, પરંતુ તેમને રૂમની બહાર જવાની પરવાનગી નથી. પોલીસ આખી હોટલને સુરક્ષિત રાખી રહી છે.

પનામાના માનવ અધિકાર વિભાગે સ્થળાંતર કરનારાઓની પરિસ્થિતિ અંગે વધુ માહિતી આપવાની જાહેરાત કરી છે. માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે આ રીતે તેમને બંધક બનાવવા એ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન હોઈ શકે છે.ઉલ્લેખનીય છે કે, 171 લોકો સ્વેચ્છાએ પોતપોતાના દેશોમાં પાછા ફરવા માટે સંમત થયા છે.

આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સંગઠન અને સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સીની મદદથી તેમના પરત ફરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો કે, બાકીના કે જેઓ પોતાના દેશમાં પાછા ફરવા માંગતા નથી, તેમને પનામાના ડેરિયન પ્રાંતમાં એક સુવિધા કેન્દ્રમાં અસ્થાયી રૂપે રાખવામાં આવશે.

Shah Jina
error: Unable To Copy Protected Content!