મુકેશ અંબાણી લોન્ચ કરવા જઇ રહ્યા છે ઇલેક્ટ્રિક સાયકલ, એકવાર કરો ચાર્જ અને 80 કિમી સુધી નો ફિકર…જાણો કિંમત
જો તમે સસ્તી અને મજબૂત ઇલેક્ટ્રિક સાયકલ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે. Jio કંપનીએ તાજેતરમાં ભારતીય બજારમાં તેની નવી ઇલેક્ટ્રિક સાયકલ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે 80 કિલોમીટર સુધીની લાંબી રેન્જ આપે છે. આ સાયકલમાં ઘણી બધી સારી સુવિધાઓ છે, જે તેને એક શ્રેષ્ઠ ઓપ્શન બનાવે છે.
જિયોની ઇલેક્ટ્રિક સાયકલમાં લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ફક્ત ચાર કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે. એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી આ સાયકલ 80 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. તેની માઇલેજ અને રેન્જ બંને ખૂબ સારી છે, ખાસ કરીને આ સાયકલ જે કિંમતમાં અવેલેબલ હશે એ પ્રમાણે…આ સાયકલમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી, ડ્યુઅલ ડિસ્ક બ્રેક્સ અને મજબૂત ફ્રેમ જેવી શાનદાર સુવિધાઓ છે. તેની મહત્તમ ગતિ 25-30 કિલોમીટર પ્રતિ કલાક છે, જે શહેરમાં ટૂંકા અંતર કાપવા માટે ખૂબ સારી છે.
આ ખાસ કરીને વિદ્યાર્થીઓ, ડિલિવરી બોય અને નજીકના વિસ્તારોમાં કામ કરતા લોકો માટે બનાવવામાં આવી છે. આ સાયકલની કિંમત લગભગ 20,000 થી 30,000 રૂપિયા હોઈ શકે છે. ખાસ વાત એ છે કે તેને Jioના ઓફિશિયલ સ્ટોર, એમેઝોન, ફ્લિપકાર્ટ અને અન્ય ઈ-કોમર્સ વેબસાઇટ્સ પરથી પણ ખરીદી શકાય છે. વધુમાં ગ્રાહકો ફક્ત 900 રૂપિયાની ટોકન રકમ ચૂકવીને તેને બુક કરાવી શકે છે, અને બુકિંગ ઓનલાઈન અને નજીકના જિયો ડીલરશીપ પર ઉપલબ્ધ થશે.