મહાકુંભમાં સ્નાન કરી રહેલા મહિલાઓના અશ્લીલ વીડિયો બનાવ્યા: પ્રયાગરાજમાં FIR; દાવો- ડાર્ક વેબ પર વેચ્યા, અખિલેશ બોલ્યા- સમ્માન બચાવવામાં BJP ફેલ
સોશિયલ મીડિયા પર વેચાઇ રહ્યા છે મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો, DIG એ આપ્યા સખ્ત કાર્યવાહીના આદેશ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ 2025માં અત્યાર સુધીમાં 55 કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું છે. 19 ફેબ્રુઆરીના રોજ સાંજે 4 વાગ્યા સુધી 93 લાખથી વધુ ભક્તોએ સંગમમાં ડૂબકી લગાવી હતી. લાખો ભક્તો દરરોજ સ્નાન કરી રહ્યા છે. જો તમે સંગમમાં સ્નાન કરવા જઈ રહ્યા છો તો આ સમાચાર ખાસ તમારા માટે છે. ખાસ કરીને જો તમે સ્ત્રી છો, તો ખૂબ કાળજી રાખજો. કારણ કે કેટલાક બદમાશો સ્નાન કરતી વખતે તમારા ફોટા અને વીડિયો બનાવી તેનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

યુપી પોલીસે કહ્યું કે તેઓ આવા તત્વો સામે કાર્યવાહી કરશે. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી અને સપાના વડા અખિલેશ યાદવે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ભાજપ સરકાર મહાકુંભમાં મહિલાઓના સન્માનનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગઈ છે. હકીકતમાં, સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ અને છોકરીઓ મહાકુંભ પહોંચી રહી છે. એક સમાચાર દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટલાક અસામાજિક તત્વો મહાકુંભમાં સ્નાન કરવા આવેલી મહિલાઓના ફોટા-વીડિયો કેપ્ચર કરી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે અને વેચી પણ રહ્યા છે.

એવો દાવો કરવામાં આવ્યો છે કે મહિલાઓના સ્નાન કરતી વખતે કે કપડાં બદલતી વખતે તેમના ફોટા અને વીડિયો બનાવવામાં આવ્યા હતા. આવા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા અને ટેલિગ્રામ પર શેર કરવામાં . આ ઉપરાંત, કેટલીક તસવીરોનો ઉપયોગ અન્ય વાંધાજનક સામગ્રી વેચવા માટે ટીઝર તરીકે પણ કરવામાં આવ્યો છે. હાલમાં યુપી પોલીસે આ ખૂબ જ ગંભીર બાબતની નોંધ લીધી છે. પ્રયાગરાજ મહાકુંભ મેળાના ડીઆઈજીએ જણાવ્યું કે આવા સોશિયલ મીડિયા પ્રોફાઇલ અને ટેલિગ્રામ ગ્રુપની ઓળખ કરવામાં આવી રહી છે.

તેમની સામે FIR દાખલ કરવામાં આવી રહી છે. ડીઆઈજીએ કહ્યું કે આવી પ્રવૃત્તિઓમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને આવા વીડિયો અને ફોટા અપલોડ કરનારા, વેચનારા અને ખરીદનારાઓ સામે પણ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની ટેકનિકલ ટીમ ટેલિગ્રામ ચેનલો અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મની ઓળખ કરી રહી છે જ્યાં આ વાંધાજનક સામગ્રી વેચાઈ રહી છે. આ કિસ્સામાં, પ્રયાગરાજ પોલીસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની કંપનીઓની પણ મદદ લઈ રહી છે જેથી આ એકાઉન્ટ્સનું સંચાલન કરનારા લોકો સુધી પહોંચી શકાય.

ડીઆઈજીએ સ્પષ્ટપણે કહ્યું છે કે પરવાનગી વિના સોશિયલ મીડિયા પર કોઈના અંગત ફોટા કે વીડિયો અપલોડ કરવા એ ગંભીર ગુનો છે, અને તેમાં સંડોવાયેલા લોકોને છોડવામાં આવશે નહીં. બુધવારે કુંભ મેળા પોલીસે એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વિરુદ્ધ FIR નોંધી હતી. શરૂઆતની તપાસમાં આ એકાઉન્ટ પર મહિલાઓના સ્નાન કરતા ઘણા વીડિયો અપલોડ કરવામાં આવ્યા હતા. પોલીસે શોધી કાઢ્યું કે શું આ એકાઉન્ટનો ડાર્ક વેબ સાથે કોઈ સંબંધ છે ? પોલીસે કેલિફોર્નિયામાં ઇન્સ્ટાગ્રામના મુખ્ય કાર્યાલયને એક ઇમેઇલ મોકલીને એકાઉન્ટની વિગતો માંગી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ડાર્ક વેબ પર મહિલાઓના ખાનગી વીડિયો વેચાઈ રહ્યા છે.