ભાઇ આદર જૈનની મહેંદી સેરેમનીમાં પાકિસ્તાની સૂટમાં જોવા મળી કરીના કપૂર, મલ્ટી ઇયરિંગ્સ પેર કરી ઉડાવી ચાહકોની ઊંઘ

બોલિવૂડનો કપૂર પરિવાર જ્યાં પણ સાથે હોય, ત્યાં ખુશીની સાથે સાથે મોજ-મસ્તી તો હોય જ… કપૂર પરિવારમાં ફરી એકવાર ખુશી આવી છે. કારણ કે કરીના, કરિશ્મા અને રણબીરની ફોઇના દીકરા આદર જૈનના લગ્ન થઈ રહ્યા છે. આદરના લગ્ન પહેલાના કાર્યક્રમ શરૂ થઇ ગયા છે. આખો કપૂર પરિવાર હાલમાં જ બુધવારે રાત્રે મહેંદી સેરેમની માટે એકઠો થયો હતો. આ પ્રસંગે, ખૂબ જ નાચ-ગાન થયું, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

બુધવારે રાત્રે આદર જૈન અને અલેખા અડવાણીની ભવ્ય મહેંદી સેરેમની યોજાઇ, અને આ સાથે તેમના લગ્નની ઉજવણીની શરૂઆત થઇ. આ સેરેમનીમાં કપૂર પરિવાર સાથે સાથે નજીકના મિત્રો પણ હાજર રહ્યા હતા. મહેંદી સેરેમની દરમિયાનના ઘણા વીડિયો અને ફોટોઝ વાયરલ થઇ રહ્યા છે. આ મહેંદી સેરેમનીમાં કરીના કપૂરના લુકે ચર્ચા જગાવી દીધી છે.જ્યારે કરીના કપૂર ભાઈ આદર જૈનના મહેંદી ફંક્શનમાં પહોંચી ત્યારે બધાની નજર તેના પર ટકેલી હતી. કરીના કપૂરે પાકિસ્તાની મલ્ટી-કલર્ડ સૂટ પહેરીને એન્ટ્રી કરી.

નવાબની બેગમને આવી શૈલીમાં જોઈને ચાહકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. આ લુક સાથે કરીનાએ મલ્ટી કલરની ઇયરિંગ્સ કેરી કરી હતી. ઘણા બધા વીડિયોમાંથી એક ક્લિપમાં કરીના કપૂર, તેની બહેન કરિશ્મા કપૂર, ભાભી આલિયા ભટ્ટ અને ભાઇ રણબીર કપૂર એકસાથે ડાન્સ કરતા જોવા મળે છે. વાયરલ ક્લિપમાં આરકે તેની પત્ની આલિયા અને કઝિન્સ સાથે ડાન્સ કરતો જોવા મળે છે.

કપૂર સિસ્ટર્સ આલિયાને ડાન્સ ફ્લોર પર સાથે લઈ જતી પણ જોવા મળે છે. રણબીર કપૂર પણ તેની પાછળ ચાલ્યો જાય છે. તેઓએ સુખબીરના હિટ ગીત ‘ઇશ્ક તેરા તડપાવે’ પર ડાન્સ કર્યો હતો. મહેંદી ફંક્શનમાં પરિવાર અને મિત્રો હાજર રહ્યા હતા, જેમણે રાતને સંગીત અને મસ્તીથી ભરેલી બનાવી દીધી. આ ફંક્શનના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં દુલ્હા-દુલ્હન એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે.

કરિશ્માની વાત કરીએ તો, નાના ભાઈની મહેંદી સેરેમનીમાં કરિશ્માની સ્ટાઇલ જોવા લાયક હતી. તેણે ગુલાબી લહેંગા સાથે ફુલ સ્લીવ પિંક કુર્તો અને મેચિંગ દુપટ્ટો કેરી કર્યો હતો. ગોળાકાર નેકલાઇનવાળા લહેંગાના ટૂંકા કુર્તા જેવા બ્લાઉઝમાં સોનેરી દોરાથી બનેલું લાઇનિંગ પેટર્ન હતું, જેના કારણે તેનો દેખાવ ખૂબ જ સુંદર દેખાતો હતો. અભિનેત્રીએ તેના વાળમાં ચોટી બનાવી હતી અને પરાંડા અટેચ કર્યા હતા, જેના કારણે તે સંપૂર્ણ પંજાબી છોકરી જેવી દેખાતી હતી.

આ લુક સાથે તેણે ગળામાં ચોકર પહેર્યું હતું અને હાથમાં મેચિંગ બેંગલ્સ, ઇયરિંગ્સ તેમજ બીજી ઘણી એસેસરીઝ કેરી કરી હતી. જ્યારે આલિયા તેના દિયરની મહેંદી સમારોહમાં શરારા સૂટમાં પહોંચી હતી. તેનો આ સૂટ અનુષ્કા ખન્નાએ ડિઝાઇન કર્યો હતો. અભિનેત્રીએ આદર જૈન અને અલેખા અડવાણીની મહેંદી સમારોહમાં પંજાબી કુડી બનીને હાજરી આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ બધા વચ્ચે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જમાં આદર જૈન તેની દુલ્હન પર પ્રેમ વરસાવતી સ્પીચ આપતો જોઇ શકાય છે.આદર કહે છે કે “હું હંમેશા તેને પ્રેમ કરતો હતો, અને હંમેશા તેની સાથે રહેવા માંગતો હતો, પરંતુ મને ક્યારેય તેની સાથે રહેવાનો મોકો મળ્યો નહીં. તેણે મને 20 વર્ષની લાંબા સફર પર મોકલ્યો. પણ આજે આ રાહ જોયા પછી બધું બરાબર લાગે છે, કારણ કે હું આ સુંદર સ્ત્રી સાથે લગ્ન કરી રહ્યો છું, જે એક સ્વપ્ન જેવું લાગે છે.”

આદરે આગળ કહ્યું, “હું તને ખૂબ પ્રેમ કરું છું, અને આ રાહ ખરેખર મૂલ્યવાન હતી. આ એક રહસ્ય છે, હું હંમેશા તેને પ્રેમ કરતો હતો. મેં મારા જીવનના ચાર વર્ષ ટાઈમ-પાસમાં વિતાવ્યા. પણ હવે હું પ્રેમ કરું છું અને તારો છું, બેબી.” જણાવી દઇએ કે, આદર અને અલેખાએ ગયા વર્ષે સગાઈ કરી હતી, જેની તસવીરો કપલે સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Previous Article

'આશ્રમ 3 પાર્ટ 2' ની રીલિઝ ડેટ એનાઉન્સ, જાણો ક્યાં અને ક્યારે જોઇ શકશો સીરીઝ

Next Article

મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા વાળી મહિલાઓ થઇ જાવ સાવધાન ! વીડિયો બનાવી વેચવામાં આવી રહ્યા છે...UP પોલિસે મેટા પાસે માગી મદદ

error: Unable To Copy Protected Content!