અરિજીત સિંહને LIVE કેન્સર્ટમાં આવ્યો પિતાનો કોલ, કર્યુ એવું કે સંસ્કારો પર મરી મિટ્યા ચાહકો- જુઓ વીડિયો

લાઇવ કોન્સર્ટમાં અરિજીત સિંહને આવ્યો પિતાનો વીડિયો કોલ, સિંગરે તરત કોલ ઉઠાવી કર્યુ એવું કે…

અરિજિત સિંહની ગણતરી ઇન્ડસ્ટ્રીના સૌથી શાનદાર સિંગર્સમાં થાય છે. આખી દુનિયા તેમના અવાજની દિવાની છે અને અત્યાર સુધીમાં તેમણે ઘણા હિટ ગીતો આપ્યા છે. પોતાના ગીતો ઉપરાંત અરિજિત સિંહ પોતાની સાદગી માટે પણ પ્રખ્યાત છે. અરિજિતનો દયાળુ સ્વભાવ ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. આ દરમિયાન તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે તેમના લાઈવ કોન્સર્ટનો છે.

ઘણીવાર તેમના કોન્સર્ટ દરમિયાન અરિજિત કંઈક એવું કરે છે જે ચર્ચાનો વિષય બની જાય છે. આ વખતે પણ કંઈક આવું જ બન્યું. વીડિયોમાં અરિજીત સિંહ એક કોન્સર્ટમાં પરફોર્મ કરતા જોવા મળે છે, તે દરમિયાન સિંગરને ફોન આવે છે અને તે જે રીતે તેનો જવાબ આપે છે તેની ચર્ચા હવે થઈ રહી છે. કોન્સર્ટની વચ્ચે ગાયકને પિતાનો ફોન આવે છે, જેનો ગાયક એવી રીતે જવાબ આપે છે કે ચાહકો તેમના સંસ્કાર પર દિલ હારી બેસે છે.

અરિજિત સિંહ ચંદીગઢમાં એક લાઈવ કોન્સર્ટમાં પરફોર્મ કરી રહ્યા હતા, ત્યારે તેમના પિતાનો વીડિયો કોલ આવ્યો. આના પર અરિજિત સિંહે ન તો પોતાનું પરફોર્મન્સ બંધ કર્યુ અને ના તો ફોન કાપ્યો. ફોન રિસીવ કરી તેમણે પિતા સાથે વાત કરી. સિંગર એક ક્ષણ માટે પિતા તરફ પ્રેમથી જુએ છે. આ પછી તે પ્રેક્ષકોને ફોનની સ્ક્રીન બતાવે છે અને કહે છે- પપ્પાનો ફોન છે. મોબાઇલની સ્ક્રીન પર પિતાને જોઈને અરિજિત ‘લાપતા લેડીઝ’નું ‘ઓ સજની રે’ ગીત સંપૂર્ણ આનંદ સાથે ગાતા રહે છે.

Shah Jina