‘સ્ટાઇલ’ અભિનેતા સાહિલ ખાને 26 વર્ષના મિલેના એલેક્ઝાન્ડ્રા સાથે પહેલાં ક્રિશ્ચિયન વિધિઓ સાથે લગ્ન કર્યા હતા અને હવે નિકાહ કર્યા છે. તેણે વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તે તેની દુલ્હનનો ચહેરો બતાવી રહ્યો છે. અગાઉ, તેણે 15 ફેબ્રુઆરીએ વીડિયો અને ફોટા શેર કર્યા હતા અને કહ્યું હતું કે બુર્જ ખલીફામાં તેના લગ્ન થયા છે.
જ્યાં નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર હતા.હવે સાહિલે 18 ફેબ્રુઆરીએ એક વીડિયો શેર કર્યો. જેમાં પત્ની મિલેનાએ સફેદ રંગની અબાયા પહેરી છે અને અભિનેતા તેના ચહેરામાંથી ફૂલોથી બનેલા સહેરાને દૂર કરતો જોવા મળે છે. તે જ સમયે, તેમની બેગમ મોટેથી હસે છે. અભિનેતાની વાત કરીયે તો, તે પણ સફેદ કપડાંમાં છે અને માથા પર એક સેહરા બાંધેલો છે. તે પઠાણી અવતારમાં ઓળખી શકાતો નથી.
ચાહકો પણ તેના લૂકની પ્રશંસા કરી રહ્યા છે.સાહિલે બે રિવાજો સાથે લગ્ન કર્યા કારણ કે અભિનેતા મુસ્લિમ અને તેની પત્ની ક્રિશ્ચિયન છે. તેથી પહેલા તેઓએ દુબઇના બુર્જ ખલીફામાં ખ્રિસ્તી ધર્મ અનુસાર એકબીજાને અપનાવ્યા અને પછી ઇસ્લામના ધર્મ અનુસાર નિકાહ કર્યા. અભિનેતાએ કૅપ્શનમાં લખ્યું, ‘અલ્હા નિકાહ મુબારક કરે, આમીન.’
આ અભિનેતાના બીજા લગ્ન છે. તે 48 વર્ષનો છે, ત્યારે તેની બીજી પત્ની 22 વર્ષની છે. આ પહેલા, તેણે ઈરાનમાં જન્મેલી અભિનેત્રી નેગર ખાન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ 2005 માં છૂટાછેડા લીધા. તે જ સમયે, મિલેના યુરોપના બેલારુસની રહેવાસી છે. તેણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તે બંને રશિયામાં સગાઇ કરી હતી.