સલમાન ખાનની હિરોઈને ડીપનેક લહેંગા ચોલીમાં વરસાવ્યો કહેર…બાબા સિદ્દિકીની ઇફ્તાર પાર્ટીમાં લૂંટી મહેફિલ- જુઓ તસવીરો અને વીડિયો

રમઝાન દરમિયાન બોલિવૂડ સ્ટાર્સ માટે બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટી એક ખાસ પરંપરા છે. આ પાર્ટી ઈન્ડસ્ટ્રીના લગભગ તમામ સ્ટાર્સને એકસાથે લાવે છે. રાજકારણી અને સામાજિક વ્યક્તિત્વ બાબા સિદ્દીકી દર વર્ષે મુંબઈમાં ઇફ્તાર પાર્ટીનું આયોજન કરે છે. દરેક વ્યક્તિ રોઝા ખોલવા અને ઉત્સવના વાતાવરણનો આનંદ માણવા ભેગા થાય છે. બાબા સિદ્દીકીએ હાલમાં જ ​​24 માર્ચ રવિવારના રોજ આ વર્ષની ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં સલમાન ખાન સહિત બોલિવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના મોટા મોટા સેલેબ્સ સામેલ થયા હતા.

બાબા સિદ્દીકી અને તેમના પુત્ર ઝિશાન સિદ્દીકીએ મુંબઈની પ્રખ્યાત ફાઈવ સ્ટાર હોટેલ તાજ લેન્ડ એન્ડમાં ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટીની શરૂઆતમાં બાબાએ પોતાના પુત્ર ઝિશાન સાથે પોઝ પણ આપ્યા હતા. આ પાર્ટીમાં સલમાન ખાન, ઈમરાન હાશ્મી, હુમા કુરેશી, ઝરીન ખાન, જન્નત ઝુબૈર, ગૌહર ખાન અને પ્રજ્ઞા જયસ્વાલ સહિત અનેક સેલેબ્સ સામેલ થયા હતા.

જણાવી દઇએ કે, બાબા સિદ્દીકી દર વર્ષે રમઝાન દરમિયાન તેમની ઇફ્તાર પાર્ટી માટે હેડલાઇન્સમાં રહે છે. રાજકીય હસ્તીઓની સાથે મોટા સ્ટાર્સ પણ તેમાં ભાગ લે છે. તેમની પાર્ટીમાં બોલિવૂડ અભિનેતા સલમાન અને શાહરૂખ ખાન પણ હાજરી આપે છે. એવું કહેવાય છે કે બાબા સિદ્દીકીએ સલમાન અને શાહરૂખ વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

બાબાની ઇફ્તાર પાર્ટીમાં સલમાન ખાનની હિરોઈન પ્રજ્ઞા જયસ્વાલે પણ હાજરી આપી હતી અને તેની આ દરમિયાનની તસવીરો અને વીડિયો સામે આવતા તે લાઇમલાઇટમાં આવી ગઇ હતી. જણાવી દઈએ કે પ્રજ્ઞા અવાર નવાર તેના લુકથી તેના ફેન્સને ચોંકાવી દે છે અને આ દરમિયાન પણ કંઈક આવું જ જોવા મળ્યુ. આ પાર્ટી માટે પ્રજ્ઞાએ રેડ અને ગ્રીન લહેંગો પસંદ કર્યો હતો અને આ સાથે તેણે ડીપનેક બ્લાઉઝ અને દુપટ્ટો કેરી કર્યો હતો.

આ લુકમાં તેણે ફોટોશુટ પણ કરાવ્યુ હતુ, જેની તસવીરો પણ તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન સાથે બેક ટુ બેક પ્રોજેક્ટ કરનાર પ્રજ્ઞા જયસ્વાલ ઘણા કારણોસર ચર્ચામાં રહે છે. પ્રજ્ઞાએ વર્ષ 2014માં તમિલ ફિલ્મ ‘વિરાટ્ટુ આઇ દેગા’થી ડેબ્યૂ કર્યું હતું. પ્રજ્ઞાએ ‘ટીટુ એમબીએ’ નામની ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, આ ફિલ્મમાં તે નિશાંત દાહિયા સાથે જોવા મળી હતી.

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઇ કમાલ કરી શકી નહોતી. જણાવી દઇએ કે, પ્રજ્ઞા જયસ્વાલ સાઉથ ઈન્ડસ્ટ્રીની સ્ટાર છે. તેલુગુમાં તેની ઘણી ફિલ્મો હિટ રહી છે. પ્રજ્ઞા સોશિયલ મીડિયા સ્ટાર પણ છે. હાલમાં તેના ઇન્સ્ટાગ્રામ પર 2.5 મિલિયન ફોલોઅર્સ છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને અવાર નવાર પોતાની બોલ્ડ સ્ટાઈલથી ચાહકોને ચોંકાવતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

Shah Jina