OMG ! સલમાન ખાન બાદ હવે તેની એક્સ ભાભી મલાઇકા અરોરાને ઘરે પહોંચી પોલિસ, જાણો શું છે કારણ

મલાઇકા અરોરા અવાર નવાર ખબરોમાં બની રહેતી હોય છે. તેના જીવનમાં કંઇના કંઇ થતુ રહે છે અને તેને કારણે તે સોશિયલ મીડિયા પર છવાઇ જતી હોય છે. હાલમાં જ તેના ઘરે પોલિસ પહોંચી હતી જે બાદ લોકો જાણવા માંગી રહ્યા છે કે આખરે એવું તો શું થયુ કે પોલિસને મલાઇકાના ઘરે જવું પડ્યુ. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જે સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

વીડિયોમાં મલાઇકા અરોરા સાથે કેટલાક પોલિસકર્મી પણ નજર આવી રહ્યા છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે કે મલાઇકા કાઉચ પર બેઠી છે અને તેની સામે કેટલાક પોલિસવાળા ઊભા છે. આ વીડિયો જોયા બાદ ચાહકોને લાગી રહ્યુ છે કે ક્યાંક અભિનેત્રી પર કોઇ નવી મુસીબત તો નથી આવી પડી ને. પરંતુ તમને જણાવી દઇએ કે, કોઇ ગભરાવવાની વાત નથી. મલાઇકા અરોરાના ઘરે આ પોલિસવાળા કોઇ ઇવેન્ટનું આમંત્રણ આપવા આવ્યા હતા.

જેનો મતલબ છે કે પોલિસવાળાના કોઇ ઇવેન્ટમાં મલાઇકા નજર આવી શકે છે.આ દરમિયાનના મલાઇકાના લુકની વાત કરીએ તો તેણ ગ્રીન શોર્ટ્સ સાથે ટાઇટ ટોપ કેરી કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, મલાઇકા છેલ્લા કેટલાક દિવસોથી વિદેશમાં વેકેશન મનાવી રહી હતી. તેણે વેકેશનની કેટલીક ગ્લેમરસ તસવીરો અને વીડિયો પણ શેર કર્યા હતા. તેણે વેકેશન દરમિયાન રેડ કફ્તાન પહેર્યુ હતુ, જેમાં તે તેની અદાઓનું જાદુ ચલાવતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ ઉપરાંત તેણે શોર્ટ બેકલે ડ્રેસ પર વેકેશન દરમિયાન કેરી કર્યો હતો, જેમાં તે કિલર લુક્સ આપતી જોવા મળી હતી. મલાઇકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. તે રિયાલીટી શોમાં જજ તરીકે જોવા મળે છે. મલાઇકા ફિલ્મોમાં ઘણા આઇટમ નંબર આપી પોતાની ઓળખ સાબિત કરી છે.

Shah Jina