વિદેશમાં પંજાબી લગ્નના અવાજથી હેરાન થયા પાડોશી, પોલીસને ફોન કરીને બોલાવી તો પોતે જ કરવા લાગ્યા ભાંગડા, જુઓ વીડિયો

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા બધા લોકો લગ્નના બંધનમાં પણ બંધાઈ રહ્યા છે, ત્યારે વિદેશમાં રહેતા ઘણા ભારતીયો પણ લગ્ન કરી રહ્યા છે. આપણે ત્યાં મોટા ભાગે લગ્નની અંદર જાહોજલાલી જોવા મળતી હોય છે. લગ્નમાં ડીજે અને બેન્ડ ફરજીયાત જેવું હોય છે અને લગ્ન પહેલાની રાત્રે જોરદાર ડાન્સ પણ થતો હોય છે, પરંતુ વિદેશમાં નિયમો થોડા અલગ છે અને ત્યાં રાત્રે જોરથી સંગીત વગાડવું ગુન્હો પણ બને છે.

પરંતુ હાલ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિદેશમાં એક લગ્ન દરમિયાન એવી ઘટના બની જેને જોઈને સૌ કોઈ હેરાન રહી ગયા. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેલિફોર્નિયામાં એક લગ્નમાં મોડી રાત્રે મોટા અવાજે સંગીત વગાડવાની ફરિયાદ બાદ પોલીસને બોલાવવામાં આવી હતી. જો કે, તેમણે આગળ જે કર્યું તે તમને આશ્ચર્યચકિત કરશે.

સાન જોક્વિન કાઉન્ટી શેરિફ ઓફિસને પડોશીઓ દ્વારા લગ્ન દરમિયાન મોટેથી સંગીતની ફરિયાદ કરીને બોલાવવામાં આવી હતી. પરંતુ લગ્નમાં વાગતા ગીતો રોકવાને બદલે બે પોલીસ કર્મચારીઓએ મહેમાનો સાથે જોરદાર ડાન્સ કર્યો હતો. વીડિયોમાં પોલીસને અન્ય મહેમાનો સાથે પંજાબી ગીત પર ખુશીથી ડાન્સ કરતા જોઈ શકાય છે.

કેલિફોર્નિયા સ્થિત વેડિંગ ફોટોગ્રાફી કંપની, કાંડા પ્રોડક્શન્સ પેજ દ્વારા આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયો 15 એપ્રિલે પોસ્ટ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વીડિયોને જોઈ લીધો છે.  ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ થયેલા વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘ફરિયાદ પછી જ્યારે પોલીસને બોલાવવામાં આવે છે, પરંતુ ધ્યાન રાખવા જેવી વાત એ છે કે આ પંજાબી લગ્ન છે.’

 

View this post on Instagram

 

A post shared by Kanda Productions (@kandaproductions)

લગ્ન સમારોહમાં સામેલ કલાકાર મનપ્રીત તૂરે કહ્યું, ‘બેસ્ટ મામા’. SJ કાઉન્ટી શેરિફના ડિપાર્ટમેન્ટ પેજને ટેગ કરતાં, એક ઇન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું, ‘તે બધા ખૂબ જ શાંત દેખાતા હતા.’ અન્ય એક યુઝરે પોસ્ટ કર્યું, ‘અમારા અધિકારીઓ ફરજ પર હોય ત્યારે અમારા સમુદાય માટે સ્મિત લાવી શકે તે જોઈને આનંદ થયો.’

Niraj Patel