કોલ્ડ્રીંકની બોટલમાં દારૂ ભરીને છોકરીઓ કાર લઈને રોડ પર નીકળી અને પોલીસ વાળાએ પકડી લીધી, મમ્મી જોડે વાત કરવાનું કહ્યું અને પછી… જુઓ પ્રેન્ક વીડિયો

આજકાલના યુવાનો શું કરી રહ્યા છે ? કોલ્ડડ્રીંકની બોટલમાં દારૂ ભરીને પોલીસ વાળા સાથે કરી માથાકૂટ ? વીડિયો જોઈને તમે પણ કહેશો… “સંસ્કાર જ નથી..” જુઓ

આજકાલના યુવાનોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી અને ઘણીવાર તે એવી હરકતો કરે છે કે તે જોઈને કોઈનું પણ માથું શરમથી ઝૂકી જાય. સોશિયલ મીડિયામાં પણ આવા ઘણા વીડિયો વાયરલ થતા જોયા હશે જેમાં નિયમોના ધજાગરા ઉડતા જોયા હશે. તો ઘણા લોકો આ બાબતે પ્રેન્ક કે સ્ક્રિપ્ટેડ વીડિયો બનાવે છે અને લોકોને પણ માહિતગાર કરતા હોય છે.

ઘણા લોકો દારૂ પીને ડ્રાઈવિંગ કરતા હોય છે, જેના પર પોલીસ પણ ચાંપતી નજર રાખે છે અને ઘણીવાર ચેકપોસ્ટ પર આવા લોકોને પકડતી પણ હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં બે યુવતીઓ અને બે યુવકો કારમાં કોલ્ડડ્રીંકની બોટલમાં દારૂ ભેળવીને લઇ જાય છે અને પોલીસ તેમને પકડે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસકર્મી એક છોકરી સાથે દલીલ કરી રહ્યો છે અને બીજી છોકરી ઓફિસરને વચ્ચે રોકે છે. આ પછી, પોલીસકર્મી બીજી છોકરી તરફ વળે છે અને પૂછે છે કે તેના હાથમાં શું છે. પોલીસકર્મીએ તેના હાથમાંથી બોટલ છીનવી લીધી અને પૂછ્યું કે બોટલમાં શું છે? છોકરી દાવો કરે છે કે તે કોલ્ડડ્રીંક છે પોલીસકર્મી બોટલમાંથી કોલા પીવે છે અને તરત જ તેને થૂંકી દે છે. પોલીસમેન ગુસ્સે થાય છે અને કહે છે, “તમે દારૂ પી રહ્યા છો.”

પોલીસકર્મી આગળ કહે છે, “તમને શરમ નથી આવતી!” આ દરમિયાન, એક છોકરી પોલીસકર્મીને લાંચ આપવાનો પ્રયત્ન કરે છે પરંતુ અધિકારીએ તેનો હાથ ધક્કો મારીને તેને ચેતવણી આપી હતી. બાદમાં, પોલીસ બીજી છોકરીને તેની માતા સાથે વાત કરવા કહે છે. પોલીસકર્મી કહે છે, “તમારી માતા સાથે વાત કરાવો” કંઈપણ વિચાર્યા વિના, છોકરી તરત જ પોતાનો મોબાઈલ કાઢે છે અને એક નંબર ડાયલ કરે છે. તેણે તેનો મોબાઈલ પણ પોલીસને સોંપ્યો હતો.

આ દરમિયાન તે પુરુષને પૂછે છે કે શું તે આ ઘટના તેના મોબાઈલમાં રેકોર્ડ કરી રહ્યો છે કે નહીં. તેની પાસે ઉભેલો બીજો છોકરો કહે છે, “તેઓ પૈસા માટે આમ કરે છે.” ઘણા સમયથી કોન્સ્ટેબલ અને યુવક વચ્ચે બોલાચાલી થઈ હતી. અંતે, છોકરી તેની માતા સાથે વાત કરાવે છે અને પોલીસને મોબાઈલ આપે છે. હાલ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જો કે આ વીડિયો સ્ક્રિપ્ટેડ કે પ્રેન્ક વીડિયો હોવાનું પણ લાગી રહ્યું છે. જો કે, ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું. અમારી ટિમ દ્વારા તાપસ કરતા હાલ નવી માહિતી મળી છે કે પોલીસ ના ડ્રેસમાં જે વ્યક્તિ છે તે એક અભિનેતા છે સોસીયલ મીડિયા ચેક કરતા માહિતી મળી છે.

Niraj Patel