હોળાષ્ટક પૂર્ણ થયા બાદ હવે ફરીથી લગ્નની સીઝન ધમધમી ઉઠી છે. ત્યારે ઘણા એવા એવા લગ્નની ખબર સામે આવે છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. છેલ્લા થોડા સમયમાં જ ઘણા બધા ગુજરાતી યુવાનો સાથે પરણવા માટે સાત સમુદ્ર પારથી કેટલીય વિદેશી દુલ્હનો પણ આવી ગઈ છે. ત્યારે હાલમાં જ એક એવા લગ્નની ખબર સુરતમાંથી સામે આવી છે જેમાં સુરતી યુવકના પ્રેમમાં બંધાયેલી પોલેન્ડની યુવતીએ સુરતમાં આવીને સાત ફેરા ફર્યા.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મિલ ભાવનગરના હાલ સુરતના અડાજણમાં રહેતા વાલજીભાઇ પરમારનો દીકરો ભૂમિક એમબીએના અભ્યાસ માટે પોલેન્ડમાં રહે છે. અભ્યાસ દરમિયાન જ ભૂમિકને પોલેન્ડની રહેવાસી ઇવેલી સાથે પ્રેમ થઈ ગયો. તેમના આ પ્રેમનો પર્વનો એવો ચઢ્યો કે તેમને જીવનભર સાથે રહેવા માટે લગ્ન કરવાનું નક્કી કરી લીધું અને આ બાબતની જાણ તેમને પોતાના પરિવારજનોને કરી.
ભૂમિકના માતા-પિતાએ દીકરાની ખુશીમાં પોતાની ખુશી સમજીને લગ્ન માટે મંજૂરી આપી દીધી. જેના બાદ ભૂમિક અને ઇવેલી બંને ભારત આવ્યા અને ગત 9 માર્ચના રોજ બંનેના ધામધૂમથી લગ્ન લેવાયા હતા. આ લગ્નમાં ગણેશ સ્થાપનાથી લઈને તમામ હિન્દૂ રીતિ રિવાજ પણ થયા હતા. આ અનોખા લગ્નમાં સામેલ થવા માટે મહેમાનો પણ આવી પહોંચ્યા હતા અને વર-વધુને આશીર્વાદ આપ્યા હતા.
લગ્ન બંધનમાં બંધાઈ રહેલી ઇમેલીએ તમામ વિધિઓ નિભાવી હતી. તેને પણ પીઠી ચોળવામાં આવી અને ભારતીય કન્યાની જેમ તે પણ સોળ શણગાર સજીને લગ્નના મંડપમાં ભૂમિકને પરણવા બેઠી હતી. બંને આ લગ્નમાં ખુબ જ ખુશ ખુશાલ જોવા મળ્યા હતા. તેમના લગ્નની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.