હરણી બોટ દુર્ઘટનામાં સૌથી મોટા સમાચાર, સુપ્રીમ કોર્ટમાં થઈ જાહેરહિતની અરજી, સ્કૂલના પ્રિન્સિપાલ, ટ્રસ્ટીઓ, કલેક્ટર, મ્યુનિસિલ કમિશનર…

મોરબી બ્રિજ દુર્ઘટનામાં મોતને ભેટેલા પરિવાર માટે લડી રહેલા એડવોકેટે હરણી બોટ દુર્ઘટના મામલે

PIL in SC regarding Harani boat accident : 18 જાન્યુઆરીના રોજ વડોદરાના હરણી લેકમાં થયેલી બોટ દુર્ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ છે.  વાઘોડિયા રોડ પર આવેલી ન્યુ સનરાઈ સ્કૂલના બાળકો પીકનીક પર આવ્યા હતા ત્યારે બોટિંગ કરતા સમયે જ બોટ પાણીમાં પલટાઈ ગઈ અને 17 લોકોના મોત થયા હતા. ત્યારે આ મામલે પોલીસ પણ તપાસ કરી રહી છે અને દેખીતી રીતે આ દુર્ઘટના માનવ સર્જિત બેદરકારીનું જ પરિણામ દેખાઈ રહી છે. ત્યારે હવે આ ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી પણ કરવામાં આવી છે.

જાહેર હિતની અરજી :

વડોદરા બોટ દુર્ઘટના માટે આ અરજી એડવોકેટ ઉત્કર્ષ દવેએ કરી છે. સુપ્રીમ કોર્ટમાં કરેલી જાહેર હિતની અરજીમાં સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ વિરુદ્ધ પગલાં લેવા જણાવ્યું છે. આ સિવાય વડોદરા કલેક્ટર અને મ્યુનિસિલ કમિશનરને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરવામાં આવી છે. મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં 112 પીડિત પરીવારો વતી લડતા એડવોકેટ ઉત્કર્ષ દવેએ  હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે હવે સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી કરી છે.

કલેકટરને ગણાવ્યા જવાબદાર :

એડવોકેટ ઉત્કર્ષ દવેએ કરેલી અરજીમાં જણાવાયું છે કે ડિઝાસ્ટર મેનજમેન્ટ એક્ટ અંતર્ગત આ દુર્ઘટના માટે વડોદરા કલેક્ટર જવાબદાર છે. જેથી વડોદરા કલેક્ટર અને મ્યુનિસિલ કમિશનરને સસ્પેન્ડ કરીને કાયદેસરના પગલા લેવા જણાવાયું છે. તથા પીડિતોને કેન્દ્ર અને રાજ્ય સરકારનું ફક્ત 6 લાખ રૂપિયા જ નહીં, પણ વધુ વળતર ચૂકવવા રજૂઆત કરાઇ છે.

SITની થઇ રચના :

આ ઉપરાંત હરણી બોટ દુર્ઘટનામાં તપાસ અર્થે SITની રચના સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના નિરીક્ષણ હેઠળ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરાઇ છે. પોલીસ કમિશ્નર મનોજ નિનામાના અધ્યક્ષસ્થાને SITની રચના કરવામાં આવી છે. 7 સભ્યોની SITની રચના કરવામાં આવી છે. આ તપાસ ટીમમાં સાત પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં એડિશનલ પોલીસ કમિશ્નર મનોજ નિનામાં SITના અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા છે.

Niraj Patel